Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

છોરા છા ગયા જયદિપના થયા વધુ એક વખત વખાણ

વેબ સિરીઝ પાતાલ લોક મોટા ભાગના દર્શકોને ખુબ ગમી છે તો સાથો સાથ આ સિરીઝના એકાદ બે દ્રશ્યોને કારણે તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો. સિરીઝના મુખ્ય અભિનેતા જયદિપ અહલાવતે અગાઉ પણ પોતાના અભિનય થકી વાહ-વાહ મેળવી હતી. આ સિરીઝમાં તેણે ઇન્સ્પેકટર હાથીરામ ચોૈધરીનો રોલ નિભાવ્યો છે. જે દર્શકો અને વિવેચકોને ખુબ ગમ્યો છે. જયદિપના દમદાર અભિનયના હવે રેસલર બબીતા ફોગાટે પણ વખાણ કર્યા છે. હરિયાણવી અંદાજમાં બબીતાએ જયદિપના અભિનયની સરાહના કરી છે. બબિતાએ ટ્વિટર પર લખ્યું હતું કે-ઘુમ્મા ઠા દિયા હરિયાણા કે છોરે જયદિપ અહલાવતને. પાતાલ લોક મેં ઇતની ધાસુ એકટીંગ કરકે તોડ પાડ દિયા. છોરા છા ગયા. બહન અનુષ્કા શર્માને બઢિયા રોલ દિયા છોરે તે.  જયદિપે બબીતાની ટ્વિટને રિટ્વીટ કરી તેનો આભાર માન્યો હતો. સિરીઝમાં નિરજ કાબી, ગુલ પનાગ, અભિષેક બેનર્જી પણ ખાસ રોલમાં છે.

 

(9:49 am IST)