Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

સલમાનખાનને કેટરીનાએ કર્યુ પ્રપોઝ, અને બેધડક પુછી પણ લીધુ કે લગ્‍ન કયારે કરવા છે ?

મુંબઇ:: બોલિવૂડનાં 'સલ્તાન' સલમાન ખાનનાં લગ્નની ચિંતા આખા દેશની જનતાને છે. જ્યારે પણ સલમાન કોઇપણ જગ્યાએ ઇન્ટરવ્યૂ માટે જાય છે તો તેને એક સવાલ જરૂર પુછવામાં આવે છે કે ક્યારે લગ્ન કરશો આપ.. પણ આ સવાલનો જવાબ ક્યારેય સલમાન ખાન આપતો નથી. પણ આ વખતે જ્યારે જાહેરમાં જ કેટરિના કૈફે સલમાન સામે લગ્નનું પ્રપોઝલ મુકી દીધુ છે ત્યારે હવે સલમાન ખાન તેનો શું જવાબ આપે છે તે તો આપને ઇદનાં દિવસે જ ખબર પડશે.

આપને થશે કે આવું કેવી રીતે.. તો આપને જણાવી દઇએ કે કેટરિના કૈફે ફિલ્મ 'ભારત'માં સલમાન ખાનને પ્રપોઝ કર્યો છે. આ પ્રપોઝલની વીડિયો ક્લિપ ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરે તેનાં ટ્વિટર પેજ પર શેર કરી છે.આ ક્લિપમાં કેટરિના કૈફ સલમાનને લગ્ન માટે પ્રપોઝ કરે છે. બસ સલમાન ભાઇનાં ફેન્સને બીજું શું જોઇ.. વીડિયો ઇન્ટરનેટ પર એ રીતે વાયરલ થયો છે કે ભાઇજાનના લગ્નની ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે.

આ વીડિયોમાં સલમાન ખાનને પ્રપોઝ કરતાં કેટરિના કહે છે કે, 'લગ્નની ઊંમર થઇ ગઇ છે મારી, તુ મને સારો પણ લાગે છે, બોલ લગ્ન ક્યારે કરવા છે? બસ કેટરિનાની વાત સાંભળીને સલમાન ઉધરસ ખાવા લાગે છે.' આ ફિલ્મનો ડાયલોગ પ્રોમો છે. જે હાલમાં ચારેય તરફ છવાઇ ગયો છે.

આપને જણાવી દઇએ કે, સલમાન અને કેટિરનાની ફિલ્મ 'ભારત' ઇદનાં દિવસે 5 જૂનનાં રોજ રિલીઝ થઇ રહી છે. આ ફિલ્મમાં સલમાન અને કેટરિના સીવાય, દિશા પટ્ટની, જેકી શ્રોફ, તબ્બૂ, નોરા ફતેહી અને સુનીલ ગ્રોવર પણ લિડ રોલમાં છે.

(1:36 pm IST)