Gujarati News

Gujarati News

News of Sunday, 26th May 2019

અર્જુનને મલાઇકાની કમર પર હાથ રાખીને આપ્યો પોઝ, યૂઝર્સ બોલ્યા- 'મા દિકરા લાગો છે'

મુંબઇઃ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને એક્ટ્રેસ મલાઈકા અરોરાને લઇને લાંબા સમયથી ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ઘણીવખત એકસાથે જોવા મળે છે પરંતુ તેમણે પોતાના રિલેશનનો સ્વીકાર કર્યો નથી. હાલમાં જ અર્જુનની આગામી ફિલ્મ ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડની સ્ક્રીનિંગ હતી, જેમાં અર્જુનના પરિવાર સદસ્ય અને નિકટના મિત્રો પહોંચ્ચા હતા.

હવે અર્જુનની ફિલ્મનું સ્ક્રીનિંગ હોય અને મલાઈકા ન પહોંચે આવું તો બની જ ન  શકે. આ ફિલ્મના સ્ક્રિનિંગમાં મલાઇકા પણ જોવા મળી હતી. આ દરમિયાન મલાઇકાએ વ્હાઈટ કલરનું ડીપ નેક બેકલેસ ટોપ અને બ્લ્યૂ ડેનિમમાં ખૂબ જ ગ્લેમરસ દેખાઇ રહી હતી. તો અર્જુન કપૂર બ્લેટ ટીશર્ટ અને બ્લ્યૂ ડેનિમ પહેરેલો દેખાયો. અહીં જ્યારે ફોટોગ્રાફર્સને અર્જુન અને મલાઇકા સાથે ફોટોઝ ક્લિક કરવા માટે કહ્યુ તો તેમણે કપલ પોઝ આપ્યો. અર્જુને મલાઇકાની કમર પર હાથ રાખીને ફોટોઝ ક્લિક કરાવ્યા.

આ કપલની ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થતા યૂઝર્સે કમેન્ટ કરવાનું શરૂ કરી દીધુ. કેટલાક લોકો આ બંનેના વખાણ કરી રહ્યા છો તો કેટલાક લોકો નેગેટિવ કમેન્ટ કરતા લખી રહ્યા છે, 'મા-દિકરા લાગી રહ્યા છે.'જણાવી દઈએ કે બંનેને લઈને પાછલા ઘણા સમયથી ચર્ચા હતી કે જલ્દી જ તેઓ લગ્નનાં બંધનમાં બંધાઇ જશે પરંતુ આ ચર્ચા માત્ર  અફવા હતી. અર્જુને પોતાના લગ્ન વિશે વાત કરતા કહ્યું હતું કે, ''હું ફિલ્મ પાણીપતના શૂટિંગમા વ્યસ્ત છુ અને ટાલિયો પણ છુ. લોકો લગ્ન પછી આવી સ્થિતિમાં આવે છે. હુ લગ્ન સમયે આવી હાલતમાં રહેવા નથી ઇચ્છતો. હજુ તેમાં સમય છે.'' જણાવી દઈએ કે અર્જુન પહેલા કહી ચૂક્યો છે કે જ્યારે પણ લગ્ન કરશે ત્યારે તમામ લોકોને જણાવશે.

(12:55 pm IST)
  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST

  • માત્ર હિન્દીભાષી રાજ્યો જ ભારત નથી :કેન્દ્ર સરકાર એકપણ રાજ્યની અવગણના નહિ કરી શકે ;ચૂંટણીમાં ભવ્ય વિજય બાદ ડીએમકે અધ્યક્ષ એમ,કે,સ્ટાલિનના તીખા તેવર ;લોકસભા ચૂંટણીમાં તામિલનાડુમાં પોતાની પાર્ટીના પ્રદર્શનથી ઉત્સાહિત સ્ટાલીને કહ્યું કે તેની પાર્ટી અન્ય રાજ્યોમાં પ્રાદેશિક પક્ષ સાથે મળીને ભાજપનો મુકાબલો કરશે access_time 11:09 am IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST