Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

પાકિઝાની ફિલ્મ અભિનેત્રી ગીતા કપૂરનું અવસાનઃ વૃદ્ધાશ્રમમાં દમ તોડ્યો

મુંબઇઃ પાકિઝા ફિલ્મની અભિનેત્રી ગીતા કપૂરે વૃદ્ધાશ્રમમાં દમ તોડતા ફિલ્મ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ઘેરો શોક છવાઇ ગયો છે.

કમાલ અમરોહીની ફિલ્મ પાકીઝામાં ગીતા કપૂરે રાજકુમારની બીજી પત્નીનો રોલ કર્યો હતો. પ્રોડ્યુસર અશોક પંડિતે ગીતાના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયોમાં શેર કર્યું છે, જેમાં ગીતા કપૂરનો મૃતદેહ નજરે આવી રહ્યો છે.

અશોક પંડિતે પોતાની ટ્વિટમાં લખ્યું કે, 57 વર્ષીય ગીતા કપૂરના પાર્થિવ શરીરની પાસે ઉભો છું, જ્યાં તેમના સંતાનો એક વર્ષ પહેલા એસઆરવી હોસ્પિટલમાં તેમને છોડીને જતા રહ્યા હતા. ઓલ્ડ એજ હોમમાં આજે તેઓ છેલ્લા શ્વાસ લઈ રહ્યાં છે. અમે તેમનું ધ્યાન રાખવાનો બહુ જ પ્રયાસ કર્યો, પરંતુ દીકરો અને દીકરીની રાહ તેમને દિવસેને દિવસે અસહાય બનાવતા જતા હતા.

એક રિપોર્ટમાં અશોક પંડિતે કહ્યું કે, ગત એક વર્ષથી તેઓ પોતાના સંતાનોની રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોઈ તેમને મળવા ન આવ્યું. ગત શનિવારે અમે જ્યારે તેમને ખુશ કરવા માટે એક ગ્રાન્ડ બ્રેકફાસ્ટ એરેન્જ કર્યું હતું. ત્યારે તેઓ સારા તો હતા, પરંતુ ખુશ ન હતા. કેમ કે તેઓ પોતાના સંતાનોને મળવા માંગતા હતા.

(6:24 pm IST)
  • ડોક્ટર્સ વિધાઉટ બોડર્સે શનિવારે જણાવ્યું હતું કે, માનવ તસ્કરો દ્વારા બંધક બનાવીને રાખવામાં આવેલા 100થી વધુ પ્રવાસીઓ અને શરણાર્થીઓને ઉત્તર પશ્ચિમ લીબિયાની ગુપ્ત જેલમાંથી ભાગવા દરમિયાન ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ WHOને કહ્યું છે કે, બુધવારે (23 મે) રાત્રે થયેલી આ ઘટનામાં બચેલા લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 40 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલાઓ વધુ ભોગ બની છે. access_time 1:22 am IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST

  • ગઈ કાલની મહત્વની મેચમાં કોલકાતાની ટીમ સાથે શાહુરૂખ જોવા મળ્યો નહોતો. હૈદરાબાદ સાથેની મેચ હાર્યા બાદ પણ શાહુરૂખે સોશિયલ મીડિયા પર કેકેઆર ને પ્રેરણાત્મક મેસજ આપતા લખ્યુ હતુ કે, તમે શાનદાર પ્રદર્શન કર્યુ. તમને પોતાના પર ગર્વ હોવો જોઈએ. તમે લોકોએ સૌથી બહેતર રમત બતાવી, આપ સૌની સાથે મારો પ્રેમ યથાવત છે અને હું ખુશ છું, અમારા સૌના મનોરંજન માટે તમારો ધન્યવાદ. access_time 2:16 pm IST