Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

આલિયા ભટ્ટે ફિસમાં વધારો કર્યાની ચર્ચા

મુંબઈ:આલિયા ભટ્ટની હાલમાં રીલિઝ થયેલી ફિલ્મ 'રાજી બોક્સ ઓફિસ પર ટંકશાળ પાડી રહી છે. ફિલ્મમાં આલિયાના અભિનયને વખાણવામાં આવી રહ્યો છે. આલિયાએ આ સફળતાનો લાભ લઇને પોતાની ફીમાં વધારો કર્યો હોવાની ચર્ચા થઇ રહી છે. આલિયાનું નામ બોલીવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ થઇ ગયું છે. લોકો તેને દીપિકા પદુકોણ સમાન કહીરહ્યા છે. કહેવાય છે કે દીપિકાની ગેરહાજરી આલિયાથી ફિલ્મમાં પુરી શકાય એ રીતે આલિયા તૈયાર થઇ ગઇ છે. તેથી જ તેને બોલીવૂડના માંધાતાઓ મોં માગી ફી આપવા રાજી થઇ ગયા છે. જોકે આલિયાએ પોતાની ફીમાં કેટલો વધારો કર્યો છે તે જાણવા મળ્યું નથી. કહેવાય છે કે આલિયા દીપિકા પદુકોણ પછીની વધુ ફી મેળવનારી અભિનેત્રી બની ગઇ છે. દીપિકાએ તેની છેલ્લી ફિલ્મ 'પદમાવત માટે રૃા. ૧૨ કરોડ વસૂલ્યા હોવાની વાત હતી.
 

(4:05 pm IST)
  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST

  • પાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીએ આપઘાત કર્યો : ધારાપુર મેડીકલ કોલેજની હોસ્ટેલના ૧૦મા માળે ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી access_time 7:07 pm IST

  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST