Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

કોઈ પણ નવોદિત કલાકર માટે રજનીકાંત પ્રેરણસ્વરૂપ છે: હુમા કુરૈસી

મુંબઇ:  હોનહાર અભિનેત્રી હુમા કુરૈશીએ કહ્યું હતું કે સાઉથના ભગવાન રજનીકાંત કોઇ પણ નવોદિત કલાકાર માટે પ્રેરણારૃપ છે. એમની સાથે કામ કરતાં ઘણું નવું શીખવા મળે છે. હુમાએ રજનીકાંત સાથે કાલા ફિલ્મ કરી છે જે રજૂઆતને આરે છે. હુમાએ કહ્યું, 'અફલાતુન અભિનેતા હોવા ઉપરાંત અત્યંત સાલસ સ્વભાવના ઇન્સાન છે. દરેકની સાથે પ્રેમથી વર્તે છે. મારા જેવા દરેક નવોદિત માટે પ્રેરણારૃપ છે. એમની સાથે કામ કરવાનું મારું સ્વપ્ન સાકાર થયું. કાલા ફિલ્મ મારા માટે સદા યાદ રાખવા જેવો અનુભવ બની રહ્યો. રજનીસર સાથે કામ કરતાં પ્રત્યેક પળે મને કંઇક નવું શીખવા મળ્યું. મારા અભિનયમાં સુધારો થયો એવું પણ રજનીસરે કહ્યું' એમ હુમાએ કહ્યું હતું. જો કે એણે કાલાના ડાયરેક્ટર પા રંજિતના પણ ખૂબ વખાણ કર્યા હતા. એણે કહ્યું કે કલાકારની બેસ્ટ પ્રતિભા કઢાવવાની રંજિત સર પાસે હથોટી છે. તમારામાં રહેલી પ્રતિભાને સહેલાઇથી બહાર કાઢી શકે છે. હીરોઇનનો રોલ સ્ટ્રોન્ગ બનાવવાની તેમની ખૂબી નોંધનીય છે. મને એમની પાસે પણ ઘણું નવું શીખવા મળ્યું. ફિલ્મમાં હુમા ઝરીના નામની યુવતીનો રોલ કરે છે. મુંબઇમાં તમિળ લોકો પર થતા અત્યાચારોની વાત ફિલ્મની કથામાં વણી લેવામાં આવી છે. રજનીકાંતના જમાઇ અભિનેતા ધનુષ ફિલ્મના પ્રોડયુસર છે અને જૂનની સાતમીએ ફિલ્મ રજૂ કરવાની તેમની યોજના છે.

(4:02 pm IST)
  • ભાવનગર જિલ્લાના મહુવામાં ૪૪ સીસીટીવી કેમેરા ગોઠવાશેઃ શહેર ઉપર બાજનઝર રખાશેઃ ૫મી જૂને પૂ. મોરારીબાપુના હસ્તે લોકાર્પણ access_time 2:32 pm IST

  • પાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીએ આપઘાત કર્યો : ધારાપુર મેડીકલ કોલેજની હોસ્ટેલના ૧૦મા માળે ગળાફાંસો ખાઈ વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા અરેરાટી access_time 7:07 pm IST

  • નોટબંધીનું પુરજોર સમર્થન કરનારા બિહારનાં મુખ્યમંત્રી નીતીશ કુમારે યૂ ટર્ન લેતા તેનાં પર સવાલો ઉભા કર્યા છે. એક નિવેદનમાં તેમણે કહ્યું કે, નોટબંધીનો લાભ જેટલો મળવો જોઇએ તેટલો નથી મળ્યો. લાભ કેમ નથી મળ્યો તેનું કારણ તેમણે જણાવ્યુ હતું. નોટબંધીની નિષ્ફળતા માટે તેમણે બેંકોને જવાબદાર ઠેરવી હતી. તેમણે કહ્યું કે દેશની પ્રગતીમાં બેંકોની ઘણી મોટી ભુમિકા છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંકોને જમા અને પૈસા ઉપાડવા તથા લોન આપવાનું જ કામ નથી કરવાનું, પરંતુ દરેકે દરેક સરકારી યોજનામાં પણ બેંકોની ઘણી મોટી ભુમિકા હોય છે. access_time 1:22 am IST