Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

હું ડાન્સ સિવાય બીજો કોઈ ટીવી શો ના કરી શકું: માધુરી દીક્ષિત

મુંબઇ: અભિનેત્રી માધુરી દીક્ષિતે કહ્યુ હતું કે હું ડાન્સ સિવાયના કોઇ ટીવી શો કરી શકું નહીં એમ મને લાગે છે. મારામાં માત્ર ડાન્સ શો હેન્ડલ કરવાની ક્ષમતા છે. કથક ડાન્સ શૈલી શીખેલી માધુરીએ ફિલ્મોમાં ઘણા યાદગાર ગીતોમાં ડાન્સ કર્યા હતા. એટલે એણે કહ્યું કે મારામાં ડાન્સ શોના એન્કરિંગની ક્ષમતા છે. પરંતુ ડાન્સ સિવાયના ટીવી શોનું સંચાલન હું કરી શકું કે કેમ એનો મને ખ્યાલ નથી. 'આજના ડિજિટલ વિશ્વમાં ઇવન યુવાન કલાકારો માટે કારકિર્દીમાં જમાવટ કરવાનું સહેલું નથી તો મારી વાત શી રીતે કરી શકાય ?' એવો સવાલ એણે કર્યો હતો. માધુરીએ ઉમેર્યું કે આજે એટલી બધી ટીવી ચેનલ્સ છે અને નેટફ્લીક્સ જેવી ડિજિટલ ફેસિલિટી છે કે કાતિલ સ્પર્ધા જેવું વાતાવરણ છે. કોઇ પણ કલાકારે ટકી રહેવા માટે સખ્ખત પરિશ્રમ કરવો પડે. પછી પણ કલાકાર પોતાની કારકિર્દીને કેટલી હદે સુદ્રઝ કરી શકે છે કહેવાનું મુશ્કેલ છે. આજે ઘણી બધી તકો છે. સાથોસાથ કટ્ટર સ્પર્ધાનું વાતાવરણ છે. જે કલાકારો અગાઉ જામી ગયેલા છે તેમણે પણ પોતાનું સ્થાન ટકાવી રાખવા જબરદસ્ત સંઘર્ષ કરવો પડે છે. હવે મનોરંજન ઉદ્યોગ ઘણો વિકસી ગયો છે. સાથોસાથ પડકારો પણ ઘણા વધી ગયા છે.

(4:05 pm IST)