Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

'રેસ-3' પાકિસ્તાનમાં નહીં થાય રિલીઝ

મુંબઈ:સલમાન ખાન અભિનિત ફિલ્મ રેસ-૩નુ બીજુ ગીત સેલ્ફીશ રીલીઝ કરી દેવામાં આવ્યુ છે. ગીત કાશ્મીરની સુંદર વાદીઓમાં ફિલ્માવાયુ છે. જેમાં જેકલીન, બોબી દેઓલ અને સલમાન ખાન નજરે પડી રહ્યા છે. સાથે દર્શકો ફિલ્મ રીલીઝ થવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ ઈદના દિવસે રીલીઝ થવાની છે. જોકે, પાકિસ્તાનમાં ફિલ્મ ઈદ પર રીલીઝ નહીં થઈ શકે. પાકિસ્તાન સરકારે ઈદની આસપાસના સમયમાં રીલીઝ થતી ભારતીય ફિલ્મો પર પ્રતિબંધ મુકી દીધો છે. પ્રતિબંધ પાછળ પાકિસ્તાનનો ઉદ્દેશ્ય સ્થાનિક ફિલ્મોને પ્રોત્સાહન આપવાનો છે. પ્રતિબંધ સંબંધે પાકિસ્તાનના સુચના અને પ્રસારણ મંત્રાલયે તમાામ થિયેટર માલિકોને આદેશ પણ આપી દીધો છે.જેથી ફિલ્મ પાકિસ્તાનમાં એક સપ્તાહ બાદ રીલીઝ થાય તેવી શક્યતા છે. મહત્વનુ છે કે, ફિલ્મમાં સલમાન ઉપરાંત બોબી દેઓલ, અનિલ કપુર, ડેઝી શાહ પણ નજરે પડશે. 

(4:05 pm IST)