Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અંગત જીવનશૈલીને લઈને સોનમ કપૂરે કર્યો ખુલાસો

મુંબઈ:હાલ અભિનેત્રી સોનમ કપુર, કરીના કપુર, સ્વરા ભાસ્કર અને શિખા તલસાનિયા પોતાની ફિલ્મ વીરે દી વેડિંગના પ્રમોશનમાં વ્યસ્ત છે. એક પ્રમોશન કાર્યક્રમ દરમિયાન અભિનેત્રીઓએ ફિલ્મનો મેસેજ અને મહિલા સશક્તિકરણ અંગે વાતચીત કરી. ટ્રેલર જોઈને ખબર પડે છે કે ફિલ્મ ચાર બિન્દાસ્ત અને બેખૌફ યુવતિઓની વાર્તા છે. ફિલ્મના બોલ્ડ કન્ટેન્ટને લઈને પણ સવાલ ઉભા થયા છે. જ્યારે સોનમને પૂછવામાં આવ્યુ કે ફિલ્મ મહિલા સશક્તિકરણના મુદ્દાને નબળો પાડી મહિલાઓને પુરુષની જેમ વર્તન કરવાનો સંદેશ આપે છે. 
અંગે સોનમે જણાવ્યુ કે, મને નથી લાગતુ કે સવાલ યુવકોને પૂછવામાં આવે કે શું તમે ડ્રિંક કે સ્મોક કરો છો, અથવા ગાળો આપો છો કે સેક્સુઅલી એક્ટિવ છો, શું આનાથી તેમની મર્દાનગી ઓછી થઈ જશે? સોનમે જણાવ્યુ કે, લોકો ચાર યુવતિઓને એક શહેરી વાતાવરણમાં જોઈ રહ્યા છે, જે પોતાની ઈચ્છાની જિંદગી જીવી રહી છે. અમારામાંથી ઘણા લોકો આવા બેકગ્રાઉન્ડમાંથી આવે છે. 
અમે ગાળો આપીએ છીએ, અમે ડ્રીંક કરીએ છીએ અને અમે સેક્શુઅલી એક્ટિવ પણ છીએ. અમે લગ્નની રાહ નથી જોતા. મહત્વનુ છે કે ફિલ્મ વીરે દી વેડિંગ જુનના રોજ દેશભરના સિનેમાઘરોમાં રીલીઝ થવાની છે.

(4:05 pm IST)
  • મુંબઈની તરતી રેસ્ટોરન્ટ સમુદ્રમાં ડૂબી : મુંબઈના માહિમ ખાતે બાંદરા-વરલી સી લિંક પાસે સમુદ્રમાં તરતી રેસ્ટોરન્ટ ડૂબી જતા 15 લોકો ડૂબ્યા હતા. જો કે સદનસીબે આ તમામ લોકોને બચાવી લેવાયા હતા. એક મોટી શિપને તરતી રેસ્ટોરન્ટમાં ફેરવવામાં આવી હતી. આ આર્ક ડેક બાર રેસ્ટોરન્ટ સમુદ્રના કિનારાથી લગભગ દોઢ કિલોમીટર અંદર હતી. જહાજમાં પાણી ભરાવાથી દુર્ઘટના સર્જાય હતી. પોલીસ દ્વારા આ ઘટનાની વધુ તપાસ હાથ ધરાય છે. access_time 2:09 pm IST

  • કેન્દ્રમાં એનડીએ સરકારનાં ચાર વર્ષ પુર્ણ થવા પ્રસંગે કોંગ્રેસ સહિત મોટા ભાગનાં વિપક્ષી દળો મોદી સરકાર પર હૂમલા કરી રહી છે. બીજી તરફ કર્ણાટકનાં હાલમાં જ મુખ્યમંત્રી બનેલા એચ.ડી કુમાર સ્વામીએ કેન્દ્રની એનડીએ સરકારને શુભકામના પાઠવી છે. જેડીએસ નેતાએ જો કે મોદી સરકારને લોકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા અંગેનાં સવાલ પર કોઇ સ્પષ્ટ જવાબ આપવાનું ટાળ્યું હતું. કુમાર સ્વામીએ કહ્યું કે આ અંગે લોકોએ નક્કી કરવાનું છે. access_time 1:23 am IST

  • ડોક્ટર્સ વિધાઉટ બોડર્સે શનિવારે જણાવ્યું હતું કે, માનવ તસ્કરો દ્વારા બંધક બનાવીને રાખવામાં આવેલા 100થી વધુ પ્રવાસીઓ અને શરણાર્થીઓને ઉત્તર પશ્ચિમ લીબિયાની ગુપ્ત જેલમાંથી ભાગવા દરમિયાન ગોળી મારવામાં આવી હતી. આ ઘટનામાં ઘણા લોકોને ઈજા પહોંચી છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠ WHOને કહ્યું છે કે, બુધવારે (23 મે) રાત્રે થયેલી આ ઘટનામાં બચેલા લોકોએ જણાવ્યું હતું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે અને 40 લોકોને ઈજા પહોંચી છે. આ ઘટનામાં મહિલાઓ વધુ ભોગ બની છે. access_time 1:22 am IST