Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

સતત નવુ કરવા હુમાના પ્રયાસ

કુરેશી હાલમાં ખુબ વ્યસ્ત બની છે. બોલીવૂડમાંથી હોલીવૂડમાં પહોંચીને તે ખુશ છે. તો બીજી તરફ સોની લિવ પર તેની ફિલ્મ મહારાણી પણ આવી રહી છે. આ ફિલ્મમાં તે મેકઅપ વગરના લૂકમાં જોવા મળવાની છે. હુમા કુરેશી મહારાણીમાં એવા પાત્રમાં છે જે ગૃહિણીથી માંડી રાજકારણમાં પગદંડો જમાવતી મહિલા પણ છે. હુમા પોતાના દરેક કામમાં કંઇક નવું લાવવાનો પ્રયાસ કરે છે. હોલીવૂડમાં નિર્દેશક ઝેક સ્નાઇડર સાથે પહેલી મુલાકાત વિશે હુમાએ કહ્યું હતું કે તેમણે એ વખતે સફેદ શર્ટ પહેર્યો હતો. કેમેરો ચાલુ થયો ત્યારે મને એ જ ચિંતા હતી કે તેમનો શર્ટ ખરાબ થઇ જશે. હુમાએ બોલીવૂડમાં ગેંગ્સ ઓફ વાસેપુરથી શરૂઆત કરી અનેક ફિલ્મોમાં નોંધનીય પાત્ર ભજવ્યા છે. જોલી એલએલબી-૨, બદલાપુર, દોબારા, એક થી ડાયન, હાઇવે સહિતની ફિલ્મો પછી તે હોલીવૂડ ફિલ્મ આર્મી ઓફ ધ ડેડમાં પણ ચમકી છે. તેની તમિલ ફિલ્મ વલિમાઇ અને હિન્દી ફિલ્મ બેલબોટમ પણ આવી રહી છે.

(10:09 am IST)