Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

આ યોગ્ય સમય હતોઃ રશ્મિકા

દક્ષિણ ભારતીય ફિલ્મોની અભિનેત્રી રશ્મિકા મંદાના બોલીવૂડમાં એન્ટ્રી કરી રહી છે. ફિલ્મ મિશન મજનૂમાં તે કામ કરી રહી છે. આ ફિલ્મથી તે બોલીવૂડમાં આગમન કરશે. આ પછીની બીજી ફિલ્મ પણ તેને મળી ચુકી છે. ગૂડબાયમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરી રહી છે. અલગ-અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા બાબતે રશ્મિકાએ કહ્યું હતું કે દેરક નિર્દેશક, દરેક ટીમ અને ક્રુ મેમ્બર્સ અલગ રીતે કામ કરતાં હોય છે. એક જ ફિલ્મના કલાકારો કદાચ બીજી ફિલ્મમાં સાથે કામ કરતાં હોય છે. પરંતુ બીજી ટીમ સાથે તો તેમને પણ અલગ રીતે કામ કરવું પડે છે. કામ એક સરખુ નથી પણ ઇન્ડસ્ટ્રી એક સરખી રીતે કામ કરતી હોય છે. બોલીવૂડમાં એન્ટ્રી કરવાનો અત્યારે મારા માટે યોગ્ય સમય હતો. કારણ કે કોરોના પહેલા મારી પાસે સાવ સમય જ નહોતો. એ વખતે હું સાઉથની ઢગલાબંધ ફિલ્મો કરી રહી હતી. કોવિડમાં કામ ધીમુ પડતાં અને બોલીવૂડમાં સારી ઓફર મળતાં મેં સ્વીકારી લીધી હતી.

(10:08 am IST)
  • જુનાગઢ જિલ્લા છેલ્લા ૪ દિવસમાં કોરોનાના ૯૧૯ કેસઃ ૧૬ દર્દીના મૃત્યુ : ર૪ કલાકમાં રપ૧ નવા કેસ, ૧૬૯ દર્દી સ્વસ્થ થયા અને ૪ ના મોત નીપજયા access_time 2:55 pm IST

  • બપોરે ૩ વાગે : ફરી ગરમીમાં વધારોઃ રાજકોટ ૪૧ ડીગ્રી :રાજકોટ શહેરમાં ગરમીમાં ફરી વધારોઃ આકરા તાપ સાથે ૧૨ કિ.મી.ની ઝડપે ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:29 pm IST

  • સાંજે ૬ વાગ્યે : રાજકોટમાં સામાકાંઠે ચંપકનગરમાં આવેલ શિવ જવેલર્સમાં સવા કરોડ રૂપિયાની દિલધડક લૂંટ થયાનું જાણવા મળે છે : વિગતો મેળવાઈ રહી છે access_time 6:08 pm IST