Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

મને કામ સલમાન ખાનના ભાઈ હોવાના લીધે નથી મળતું: અરબાઝ ખાન

મુંબઈ: એક્ટર ડાયરેક્ટર અને પ્રોડ્યુસર અરબાઝ ખાનને હિંદી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બે દશકથી વધારાનો સમય થઈ ચુક્યો છે અને આજ પણ તે ફિલ્મો અને બીજા પ્રોજેક્ટમાં મશગુલ છે. અરબાઝ ખાનનું કહેવુ છે કે આજે ભલે તે સુપરસ્ટાર સલમાન ખાનનો ભાઈ છે પણ તેને કામ તેના બલબુતા પર મળ્યુ છે. તેની પોતાની મહેનતથી અને યોગ્યતાથી કામ મળ્યુ છે. અરબાઝે પોતાની વાત જણાવતા કહ્યુ હતુ કે, “મે અત્યાર સુધીમાં 70થી વધારે ફિલ્મો કરી છે, એવા પણ લોકો છે જેમને બે ફિલ્મો પછી કામ કરવાનું મળતુ નથી. હું છેલ્લા બે દશકાથી પણ વધારે સમયથી આ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલો છુ. હું સલમાનનો ભાઈ છુ આજ કારણથી આટલી ફિલ્મો ન મળે મને. સલમાનના કરાણે લોકો કદાચ મને એક કે બે ફિલ્મોમાં કામ આપી શકે પણ આટલા વર્ષો અને આટલુ કામ કરતા ટકી રહેવા માટે મારી મહેનત પણ હશે. મારામાં પણ થોડી પાત્રતા હશે જ ને તો આટલી ફિલ્મો મળી હશે ને. મે જે પણ કામ કર્યુ છે તે ભલે સારૂ હોય કે પછી ખરાબ હોય મારા બલબુતા પર કર્યુ છે. આજે જે પણ છું મારી મહેનતના કારણે છુ.”

(5:51 pm IST)