Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

દે દે પ્યાર દે નું નવુ ગીત હાઉલી… હાઉલી… રિલીઝઃ રકુલ પ્રિત સિંહના જબરદસ્ત લટકા-ઝટકા

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટર અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહની કોમેડી ફિલ્મ દે દે પ્યાર દેનું નવું ગીત રિલીઝ થઈ ગયું છે. મસ્તીભર્યા ગીત હાઉલી હાઉલીમાં રકુલ પ્રીત સિંહના જબરદસ્ત લટકા ઝટકા જોવા મળી રહ્યા છે. ગીતમાં તબ્બુએ પણ ડાન્સ કર્યો છે અને તેના સ્ટેપ પણ અફલાતુન છે.

ગીતની વાત કરીએ તો એને અવાજ આપ્યો છે ગેરી સંધુ અને નેહા કક્કડે. ગીતનું મ્યુઝિક તનિષ્ક બાગચીએ આપ્યું છે તેમજ એના શબ્દો કુમારે લખ્યા છે. ગીત ટી સિરીઝ કંપનીના લેબલે લોન્ચ કર્યું છે. એક પંજાબી સોન્ગ છે અને એના વીડિયોમાં જબરદસ્ત મસ્તીનો માહોલ છે. રકુલ પ્રીત સિંહ સમગ્ર ગીતમાં મારક અદાઓ કરતી જોવા મળે છે અને તેનો અંદાજ અજય દેવગનને તેનો પ્રેમી બનાવે છે.

ગીતને હજી સુધી 76,426 કરતા વધારે વાર જોવાયું છે. ગીતના વીડિયોમાં અજય દેવગન, તબ્બુ અને રકુલ પ્રીત સિંહ વચ્ચે ગજબની કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. ફિલ્મમાં અજય દેવગન અને રકુલ પ્રીત સિંહ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. ફિલ્મમાં તબ્બુ પણ મહત્વના રોલમાં જોવા મળશે. ફિલ્મ આવતા મહિને 17 મેના દિવસે રિલીઝ થશે. ફિલ્મમાં તબ્બુ સાથે એક વખત પરણી ચુકેલા અજય દેવગનનો તેનાથી બહુ નાની વયની રકુલ પ્રીત સિંહ સાથેનો રોમેન્સ દેખાડવામાં આવ્યો છે.

(4:52 pm IST)
  • ગ્વાલિયર : ભોપાલથી નિઝામુદ્દીન જઈ રહેલ માલગાડી અને શાન એ ભોપાલ એકસપ્રેસ ટ્રેન વચ્ચે ટક્કર, ડ્રાઈવરની સતર્કતાથી દુર્ઘટના ટળી access_time 3:04 pm IST

  • વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા બાદ તામિલનાડુમાં ત્રાટકશેઃ વાવાઝોડુ 'ફાની' શ્રીલંકા તરફ આગળ વધ્યા બાદ ઉત્તર પશ્ચિમ, તામિલનાડુની દિશાએ આગળ વધશે ત્યારબાદ તેનો ટ્રેક ચેન્જ થઈ આંધ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે તેમ હવામાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યુ છે : તામિલનાડુ માટે રેડ એલર્ટ જાહેરઃ 'ફાની' FANI વાવાઝોડુ ધસમસી રહ્યુ છે access_time 11:22 am IST

  • દિવંગત અભિનેતા વિનોદખન્નાની પત્ની કરશે ભાજપમાં બળવો : ગુરુદાસપુરથી અપક્ષ તરીકે લડશે ચૂંટણી ; કવિતાખન્નાએ ગુરુદાસપુરથી પોતાના પતિની સીટ પરથી ઉમેદવારીનો દાવો કર્યો હતો : ભાજપમાં જોડાયેલા અભિનેતા સન્ની દેઓલને ગુરુદાસપુરથી ટિકિટ ફાળવાતા કવિતા ખન્ના નારાજ access_time 1:20 am IST