Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

૧૪ કલાકની અંદર હોલિવૂડ ફિલ્મની ૬ કરોડ રૂપિયાની ટિકીટ વેચવાનો રેકોર્ડ

નવી દિલ્હી : હોલિવૂડ ફિલ્મ એવેન્જર્સ સિરીઝનો ફાઇનલ પાર્ટ એન્ડગેમ 26 એપ્રિલે થિયેટર્સમાં રિલીઝ થઈ ગઈ છે. લોકોને લાંબા સમયથી ફિલ્મ જોવાનો ઉત્સાહ હતો. ફિલ્મ રિલીઝ પહેલાં કરોડોની કમાણી કરી ચુકી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ ચાલુ થતા 14 કલાકની અંદર ફિલ્મે 6 કરોડ રૂપિયાની ટિકિટ વેચવાનો રેકોર્ડ બનાવ્યો. બીજી તરફ ફિલ્મે રિલીઝ પહેલાં ચીનની બોક્સઓફિસ પર ધમાલ મચાવી દીધી છે.

સમાચાર પ્રમાણે ફિલ્મે ચીનમાં રિલીઝના પહેલા દિવસે 545 કરોડ રૂપિયા કરતા વધારે કલેક્શન કરીને ત્યાંની બોક્સઓફિસ પર ધમાલ મચારવી દીધી છે. ફિલ્મે ચીનમાંથી પેઇડ પ્રિવ્યુ તરીકે 193 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી હતી. સમયે અનુમાન બાંધવામાં આવ્યું હતું કે ફિલ્મ બોક્સઓફિસ પર ધમાલ મચાવવાની છે. ચીનમાં પહેલા દિવસે એવેન્જર્સ એન્ડગેમને 545 કરોડ 54 લાખ રૂપિયાનું કલેક્શન મળ્યું છે. આંકડામાં પેઇડ પ્રિવ્યુની કમાણીનો સમાવેશ કરવામાં આવે તો ફિલ્મે 743 કરોડ જેટલી જબરદસ્ત કમાણી કરી છે.

ફિલ્મના ચીનમાં કમાણીના આંકડા જોઈને એવું લાગે છે કે ફિલ્મ બોલિવૂડમાં બોક્સઓફિસ પર ધમાલ મચાવવાની છે અને આની અસર બીજી બોલિવૂડ ફિલ્મો પર પણ પડી શકે છે. આવતા મહિને બે મોટી બોલિવૂડ ફિલ્મો રિલીઝ થવાની છે જેમાં બ્લેન્ક (3 મે) અને સ્ટુડન્ટ ઓફ યર 2 (10 મે)નો સમાવેશ થાય છેજો એવેન્જર્સ સિરીઝનો ફાઇનલ પાર્ટ એન્ડગેમ બોક્સઓફિસ પર અસરકારક સાબિત થયો તો બંને ફિલ્મોને સારું એવું નુકસાન થઈ શકે છે.

(4:53 pm IST)