Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

હોલીવુડની ફિલ્મ અવેજર્સ એન્ડગમે ભારતમાં રજૂઃ વિશ્વભરમાં પહેલા જ દિવસે ૧૧૮૬ કરોડની કરી કમાણી

હોલીવુડની ફિલ્મ અવેજર્સ એન્ડગમે આજથી ભારતભરના સિનેમાઘરોમાં રજૂ થઈ છે. દરેક શો હાઉસફૂલ થઈ ગયા છે. ફિલ્મની આટલી ડિમાન્ડ જોઈ સિનેમાઘરો ૨૪ કલાક ખુલ્લા રહેશે. જો કે આજે રીલીઝ થયેલી ફિલ્મે પહેલા જ દિવસે ૧૧૮૬ કરોડ કમાઈ પણ લીધા છે.

અવેજર્સ માટે ભારતીય ફિલ્મી રસીકો ૮૦૦થી ૨૪૦૦ રૂપિયાની ટીકીટ પણ ખરીદતા અચકાતા નથી. ભારતમાં એક અંદાજ મુજબ આજે અવેજર્સ ૪૫ થી ૫૦ કરોડની કમાણી કરી લેશે. એક રીપોર્ટમાં કરાયેલ દાવા મુજબ ભારતમાં રીલીઝ થયેલ કોઈપણ ફિલ્મની ટીકીટ આટલી મોંઘી વેચાઈ નથી.

ફિલ્મના વિશ્વભરમાંથી રીવ્યુ આવવા લાગ્યા છે. બીબીસી કલ્ચરે આ ફિલ્મને ફેન્સની ફિલ્મ તરીકે ગણાવી છે. જયારે ધ વર્જે અવેજર્સને ફિલ્મ રસીકો માટે મોટી ભેટ કહી છે.

(3:34 pm IST)