Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

પ્રકાશની 'પરિક્ષા' પુરીઃ ઉનાળા પછી થશે રિલીઝ

નોખી અનોખી ફિલ્મો બનાવવા માટે પ્રકાશ ઝા જાણીતા છે. હવે તેણે 'પરિક્ષા' નામની ફિલ્મ બનાવી છે, જે ઉનાળા પછી રિલીઝ થવાની છે. ફિલ્મની કહાની ખુબ જ દિલચશ્પ છે. પ્રકાશના કહેવા મુજબ પરિક્ષાની થીમ સારી શિક્ષા સોૈથી મોટી સામાજીક બરાબરી છે તેની વાત કરશે. એક ઓટોરિક્ષાનો ચાલક દરરોજ સવારે પૈસાદાર પરિવારોના બાળકોને શાળાએ મુકવા-તેડવા જાય છે. તેના મનમાં પણ પોતાના બાળકોને આવી સારી શાળામાં ભણાવવાની ઇચ્છા જાગે છે. તેનું આ સપનુ પુરૂ થાય છે કે કેમ? તે આ સપનુ પુરૂ કરવા શું કરે છે? તેની વાત ફિલ્મમાં છે. ફિલ્મનું શુટીંગ પુરૂ થઇ ગયું છે અને પહેલુ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ફિલ્મમાં આદિલ હુશેન, પ્રિયંકા બોઝ, સંજય સૂરી અને શુભમ ઝાની મુખ્ય ભૂમિકા છે. પ્રકાશે આગળ કહ્યું હતું કે હું ભાગ્યશાળી છું કે મને આ ફિલ્મ માટે યોગ્ય ટીમ અને ખુબ સારા ટેકનીશીયન મળ્યા. પ્રકાશે મૃત્યુદંડ, ગંગાજલ, અપહરણ, રાજનીતિ, આરક્ષણ, સત્યાગ્રહ સહિતની ફિલ્મો બનાવી છે અને નેશનલ  ફિલ્મ એવોર્ડ પણ મેળવ્યા છે. અજય દેવગણ સાથે તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે.

(9:51 am IST)
  • જામનગર- ખંભાળિયા રોડ વચ્ચે વાડીનાર નજીક આવેલ એક મહાકાય કંપનીમાં કોલસા કૌભાંડ અંગે કરોડો રૂપિયાની ફરિયાદ નોંધાવવા તજવીજ ;જોકે વાડીનાર પોલીસ આ વિષે મૌન સેવી રહયું છે access_time 11:11 pm IST

  • મનોહર પરિકરની ગોવાના પણજી બેઠક પરથી પુત્ર ઉત્‍પલ પરિકર ચૂંટણી લડશે access_time 4:37 pm IST

  • રાત્રે દિલ્હીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી :દિલ્હીની ઝિલમિલ ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલની ફેકટરીમાં ભયાનક આગ ;દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ access_time 1:09 am IST