Gujarati News

Gujarati News

News of Friday, 26th April 2019

અક્ષય કુમારની પત્નિનો રોલ નિભાવશે કિયારા

બોલીવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર બોકસ ઓફિસ પર ધમાલ મચાવી રહ્યો છે. તેની ફિલ્મ કેસરીએ દોઢસો કરોડથી વધુની કમાણી કરી લીધી છે. અક્ષય ખુબ જ વ્યસ્ત કલાકાર પૈકી એક છે. તેની પાસે હવે સાઉથની સુપરહિટ હોરર કોમેડી ફિલ્મ કંચના-૨ની હિન્દી રિમેક પણ છે. આ ફિલ્મની હિન્દી રિમેકનું નામ લક્ષ્મી રખાય તેવી શકયતા છે. ફિલ્મમાં અક્ષય કુમારની પત્નિનો રોલ કિયારા અડવાણી નિભાવશે. હોરર કોમેડીની કહાની ઓરિજીનલ ફિલ્મથી થોડી અલગ હશે સાઉથની ફિલ્મમાં હીરો થોડો ડરપોક છે અને ભૂતથી ડરે તેવો છે. જ્યારે અક્ષયનું પાત્ર નિડર હશે અને તે ભૂતપ્રેતમાં વિશ્વાસ નહિ ધરાવતું હોય તેવું હશે. સાઉથની ફિલ્મ નિર્દેશીત કરનાર રાઘવ લોરેન્સ જ હિન્દી રિમેક બનાવશે. અક્ષયના શરીરમાં એક વ્યંઢળની આત્મા પ્રવેશી જશે.

 

(9:50 am IST)