Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

આલિયા-રણબીરકપૂરનો 'ઇશ્ક વાલા લવ' રોમાન્ટિક ડાન્સ સોશ્યલ મીડિયામાં ખુબ વાયરલ: જુઓ વિડિઓ

31મીએ પ્રસારિત થનારા ઝી સીને એવોર્ડને કારણે આલિયા અને રણબીર ચર્ચામાં

 

નવી દિલ્હીઃ નેક્સ્ટ સીને કપલ આલિયા ભટ્ટ અને રણવીર કપૂર ફિલ્મફેયર બાદ ઝી સિને એવોર્ડને કારણે ચર્ચામાં છે. 31 માર્ચે પ્રસારિત થનારા એવોર્ડ શોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રણબીર અને આલિયા 'ઇશ્ક વાળા લવ સોન્ગ' પર રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળી રહ્યાં છે

   ઝી સિને એવોર્ડના સ્ટેજ પર હોસ્ટ કાર્તિક આર્યન અને વિક્કી કૌશલ લવ બર્ડ્સ આલિયા અને રણબીરને કહે છે કે, તમે અમને જણાવો કે, ઇશ્ક વાળો લવ કેમ થાય છે. ત્યારબાદ આલિયા અને રણબીર ગીત પર શાનદાર ડાન્સ કરે છે, જેને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યાં છે.

  હાલમાં યોજાયેલા 64માં ફિલ્મફેયર એવોર્ડમાં બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ જીત્યા બાદ આલિયા ભટ્ટે રણબીર કપૂરને સ્ટેજથી જાહેરમાં આઈ લવ યૂ કહીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. આલિયા અને રણબીરનો વીડિયો પણ ફેન્સને સોશિયલ મીડિયા પર ખુબ પસંદ કરી રહ્યાં છે. એવોર્ડ શોમાં આલિયાએ રણબીરને પોતાના માટે ખાસ ગણાવ્યો હતો

   આલિયા અને રણવીરના સંબંધને તેના પરિવારની મંજૂરી પણ મળી ચુકી છે. ફિલ્મફેરનો ફોટો શેર કરતા રણબીર કપૂરની માતા નીતૂ સિંહે પણ ઇંસ્ટાગ્રામ પર લખ્યું કે, આવી ક્ષણ તમારો બધા તણાવ  ભૂલાવી દે છે. શુભકામનાઓ, ગર્વ અને ખુશી. મહત્વનું છે કે, રણબીર અને આલિયા દિવસોમાં ફિલ્મ બ્રહ્માસ્ત્રના શૂટિંગમાં વ્યસ્ત છે

(12:24 am IST)