Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ સાથે જોડાયેલ મિસ્‍ટ્રી ઉપરની ફિલ્મ ધ તાશ્કંદ ફાઇલ્સનું ટ્રેલર રિલીઝ

નવી દિલ્હી : બોલિવૂડમાં દેશના અનેક મંત્રીઓ પર ફિલ્મ બની ચૂકી છે. આવી એક ફિલ્મ ' તાશ્કંદ ફાઇલ્સ'નું ટ્રેલર આજે રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુ સાથે જોડાયેલી મિસ્ટ્રી છે. ફિલ્મના ટ્રેલરને જોઈને લાગે છે કે આમાં અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ફિલ્મનું નિર્માણ વિવેક અગ્નિહોત્રીએ કર્યું છે. ફિલ્મમાં ઇન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજ કામ કરી રહ્યા છે.

તાશ્કંદ ફાઇલ્સ ૧૯૬૪-૬૫માં ત્યારના વડા પ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીજીના રહસ્યમય મૃત્યુના વિષયને નિરુપે છે. શાસ્ત્રીજી રશિયાના તાશ્કંદ શહેરમાં પાકિસ્તાનના લશ્કરી પ્રમુખ અયુબ ખાન સાથે વાટાઘાટો કરવા ગયા હતા અને ત્યાં તેમનું રહસ્યમય સંજોગોમાં અવસાન  થયું હતું. રશિયા અને પાકિસ્તાનનો દાવો એેવો હતો કે મોડી રાત્રે શાસ્ત્રીજીને ગંભીર હાર્ટ અટેક આવ્યો હતો. જાણકારો કહે છે કે વાત સાચી નથી. શાસ્ત્રીજીને જીવલેણે હાર્ટ અટેક આવે એવી નાજુક એમની તબિયત નહોતી. ફિલ્મની વાર્તા ઘટનાક્રમની આસપાસ આકાર લે છે.

ફિલ્મ વર્ષે 12મી એપ્રિલે રિલીઝ થશે. ‘ તાશ્કંદ ફાઇલ્સમાં નસીરુદ્દીન શાહ, મિથુન ચક્રબોર્તી, શ્વેતા બાસુ, પંકજ ત્રિપાઠી, વિનય પાઠક, મંદિરા બેદી, પલ્લવી જોશી, અંકુર રાઠી અને પ્રકાશ બેલવડી લીડ રોલ્સમાં છે.

(4:41 pm IST)