Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

ઇન્દોરમાં શરૂ થશે દબંગ-3નું શૂટિંગ

મુંબઈ:ફિલ્મ ભારતનું શૂટિંગ પૂર્ણ કર્યા બાદ અભિનેતા સલમાન ખાન પોતાના ભાઈ અરબાઝ ખાનની દબંગ સિરીઝના ત્રીજા ભાગનું શૂટિંગ આવતા મહિને ઇંદોરથી શરૂ કરવાનો છે. વર્ષ ૨૦૧૦માં આવેલી ફિલ્મ દબંગના બે ભાગ સુપરહિટ સાબિત થયા છે. ફિલ્મમાં સલમાન ખાન સાથે સોનાક્ષી સિંહા લીડ રોલમાં છે. દબંગ થ્રીનું પહેલુ શૂટિંગ શિડયૂલ મધ્ય પ્રદેશના ઇંદોરથી ૧૦૦ કિલોમીટર દૂર રાખવામાં આવ્યુ છે. સલમાન ખાનનો જન્મ ઇંદોરમાં જ થયો છે અને ખાન પરિવારનું ત્યાં મોટું ઘર પણ છે. ફિલ્મના દિગ્દર્શનની જવાબદારી પ્રભુદેવાને સોંપવામાં આવી છે. ફિલ્મ ડિસેમ્બરમાં રિલીઝ થશે.

(4:21 pm IST)