Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

'સિમ્બા'માં નેગેટીવી રોલ કરવાની અભિષેક બચ્ચને કહી ના

મુંબઇ: રોહિત શેટ્ટીની ફિલ્મ સિમ્બામાં માધવન વિલેનની ભૂમિકા ભજવવાનો છે. આ પૂર્વે આ પાત્ર માટે રોહિતે અભિષેક બચ્ચનને ઓફર કરી હતી. પરંતુ અભિનેતાએ નકારાત્મક પાત્ર ભજવવાનો ઇનકાર કર્યો હતો. અભિષેકે રણવીર અને સારાના જીવનમાં મુશ્કેલીઓ લાવનાર યુવકનું પાત્ર ભજવવાનું હતું. પરંતુ કારકિર્દીના આ વળાંક પર જુનિયર બચ્ચન નેગેટિવ રોલ કરવા ઇચ્છતો નહોતો. આ રોલ માટે હા પાડવામાં અભિષેક ખચકાતો હતો. અંતે અભિષેકે ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી હતી. અભિષેકના આ વલણથી નિર્માતા કરણ જોહર પણ અચંબામાં પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે અભિષેક અને રોહિત શેટ્ટીએ ફિલ્મ બોલ બચ્ચનમાં ્૨૦૧૨માં કામ કર્યું હતું.જોકે અભિષેકે આ ફિલ્મ શા માટે રિજેક્ટ કરી તે જાણવા મળ્યું નથી.

(4:38 pm IST)