Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

ફરી એકવાર સાથે ચમકશે આ રોમાન્ટિક જોડી

મુંબઇ: શ્રદ્ધા કપૂર અને સિદ્ધાર્થ મલ્હોત્રા વધુ એક ફિલ્મમાં સાથે આવી રહ્યાં હોવાની માહિતી મળી હતી. આનંદ એલ રાયના સહાયક રહી ચૂકેલા પ્રશાંત સિંઘ આ બંનેને લઇને શોટગન શાદી નામની ફિલ્મ બનાવવાના હોવાનંુ જાણવા મળ્યું હતું. આ બંને પહેલીવાર મોહિત સૂરીની એક વિલનમાં રિતેશ દેશમુખની સાથે રજૂ થયાં હતાં અને બોક્સ ઑફિસ પર એ ફિલ્મ ચાલી હતી. પરંતુ ત્યારબાદ આ બંનેએ સાથે કરી હોય એવી કોઇ ફિલ્મ ચાલી નહોતી. આમ છતાં આ બંનેને લઇને પ્રશાંત સિંઘ ફિલ્મનું પ્લાનિંગ કરી રહ્યા હતા. તનુ વેડ્સ મનુ ફેમ શૈલેશ સિંઘ એના પ્રોડયુસર છે અને આ ફિલ્મથી પ્રશાંત સિંઘ ડાયરેક્ટર બની રહ્યા છે. આ ફિલ્મમાં સિદ્ધાર્થ બિહારી યુવકનો રોલ કરશે. થોડા સમય અગાઉ ભોજપુરી બોલી અંગે વિવાદાસ્પદ વિધાન કરીને ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો. એ વખતે નીતુ ચંદ્રા અને મનોજ તિવારીએ સિદ્ધાર્તની ઝાટકણી કાઢી હતી. હવે સિદ્ધાર્થ બિહારી યુવકનો રોલ કરશે ત્યારે ભોજપુરી જેવીજ બોલી એના સંવાદોમાં સાંભળવા મળશે. આને કહેવાય કુદરતનો ન્યાય 
 

(4:37 pm IST)