Gujarati News

Gujarati News

News of Monday, 26th March 2018

'સલામ એ ઇશ્ક'ના રીમેક ગીત પર રેખા સાથે ઠુમકા લગાવશે ધર્મેન્દ્ર

મુંબઈ: બોલીવુડના હીમેન ધર્મેન્દ્ર સુપરહિટ ગીત સલામે એ ઇશ્ક'પર રેખા સાથે ઠુમકા લગાવતા નજરે પડશે. દેઓલ પરિવાર એક વાર ફરીથી ધમાકેદાર એન્ટ્રી કરવાના છે. ફિલ્મ 'યમલા પગલાં દીવાના ફિર સે'માં સની દેઓલ, બોબી દેઓલ અને ધર્મેન્દ્ર એક સાથે ડાન્સ કરતા જોવા મળશે. આ એક સ્પેશ્યલ સોન્ગ હશે. જે ફિલ્મની હાઈલાઈટ હશે. ફિલ્મ વર્ષ 1978ની મુક્કદર કા સિકંદરનું સુપરહિટ ગીત સલામ એ ઈશ્કના રીમેક ગીત ઉમેરવામાં આવ્યું છે. પરંતુ અહીંયા અમિતાભ બચ્ચનની જગ્યા પર ધર્મેન્દ્ર પાજી રેખા સાથે ડાન્સ કરતા નજરે પડવાના છે. આ ગીતમાં સલમાન ખાન, સોનાક્ષી સિંહા સહિત ઘન બૉલીવુડ સ્ટાર કેમિયો કરતા નજરે પડશે.

(4:36 pm IST)