Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

મોટી ફિલ્મોના કામમાં સતત વ્યસ્ત જૈકલીન

જૈકલીન ફર્નાન્ડીઝે બચ્ચન પાંડેનું પોતાના દ્રશ્યોનું શુટીંગ શરૂ કરી દીધુ છે. અક્ષય કુમાર અને ક્રિતી સેનનની મુખ્ય ભુમિકા ધરાવતી આ ફિલ્મમાં જૈકલીન પણ ખુબ મહત્વના રોલમાં છે. સાથે અરશદ વારસી પણ છે. હાઉસફુલ-૨ અને ૩ પછી ફરી એકવાર જૈકલીન અક્ષય સાથે જોવા મળવાની છે. જૈકલીને પોતાના દ્રશ્યોનું શુટીંગ રાજસ્થાનમાં શરૂ કર્યુ હતું. આ તેનું પહેલુ શેડ્યુલ હતું. જૈકલીન પાસે ચાર મોટા બજેટની ફિલ્મો છે જેનું કામ તે એક પછી એક હાથ પર લઇ રહી છે. જાન્યુઆરીમાં તે ભૂત પુલિસ અને સર્કસના શુટીંગમાં સતત વ્યસ્ત હતી. હવે તે બચ્ચન પાંડેના શુટીંગમાં સામેલ થઇ છે. આગામી ફિલ્મોમાં તે દમદાર અભિનય કરતી જોવા મળવાની છે. રોહિત શેટ્ટીની સરકસમાં તે રણવીર સિંહ સાથે છે. સૈફ અલી ખાન અને અર્જુન કપૂર તથા યામી સાથે તે ભૂત પુલિસમાં છે. જેનું શુટીંગ પુરૂ થઇ ગયું છે.  કિક-૨માં તે સલમાન સાથે જોવા મળશે. 

(10:08 am IST)
  • દેશમાં ફરીવાર કોરોનાના સતત વધતા કેસ :રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 16,562 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,10,63,038 થઇ :એક્ટિવ કેસ 1,53,849 થયા: વધુ 12,203 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,07,48,759 થયા :વધુ 119 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,56, 861 થયા access_time 1:31 am IST

  • કચ્છના ભુજની રાવલ વાડી પોસ્ટ ઓફીસમાં લાખો રૂપીયાની ઉચાપત પ્રકરણમાં મહિલા એજન્ટ પ્રજ્ઞા ઠક્કરના પતિ સચીન ઠકકરની ધરપકડ access_time 4:24 pm IST

  • ગુજરાતમાં સવારથી આવકવેરાનું મોટું ઓપરેશન ચાલુ : ગુજરાતમાં આવકવેરાના મોટાપાયે દરોડા ચાલુ હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. દરમિયાન મોરબીથી મળતા અહેવાલો મુજબ મોરબીની મોટા ગજાની ૨ સીરામીક ઇન્ડસ્ટ્રીઝ ઉપર અમદાવાદ અને રાજકોટથી આવેલા મનાતા આવકવેરાના અધિકારીઓએ ધોસ બોલાવ્યાનુ જાણવા મળે છે. access_time 3:55 pm IST