Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

જોઇ લો અજય દેવગનનો સેલ્ફી

અજય દેવગને હાલમાં જ તેની પત્ની કાજોલ સાથે સેલ્ફી લીધી હતી, પરંતુ એમાં તે જોવા નહોતો મળી રહ્યો. કાજોલે ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે જેમાં તે દાદર પર બેઠેલી જોવા મળી રહી છે. તેણે ફોટો સાથે કેપ્શન આપી હતી કે 'મેં મારા પતિને કહ્યું કે ચાલ સેલ્ફી લઈએ ત્યારે તેણે મને કહ્યું કે દાદર પર બેસી જા, હું ફોટો કિલક કરું છું. મેં તેને કહ્યું કે સેલ્ફીનો મતલબ થાય છે કે બન્ને સાથે હોય અને એમાંથી કોઈ એક ફોટો કિલક કરે. તો તેણે મને હાથથી ઇશારો કરી દાદર પર બેસવા કહ્યું હતું.' કાજોલનો ફોટો ફરી શૈર કરી અજયે લખ્યું હતું કે મારા વર્ઝનની સેલ્ફીમાં હું મોટા ભાગે કેમેરાની પાછળ હોઉં છું.

(1:02 pm IST)