Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

રશ્મિ દેસાઇએ ચાહકોને ચોંકાવ્યા

ટીવી અને ફિલ્મોની અભિનેત્રી રશ્મી દેસાઇ બિગ બોસ-૧૩માં ભાગ લઇ વધુ જાણીતી બની ગઇ છે. તેના વિજેતા થવાના અનેક ચાન્સ હતાં. પરંતુ છેલ્લે બાઝી સિધ્ધાર્થ શુકલાએ જીતી લીધી હતી. રશ્મીએ તાજેતરમાં એક વિડીયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે સિધ્ધાર્થના ખુબ વખાણ કર્યા છે. બિગ બોસમાં રશ્મિ અને સિધ્ધાર્થ વચ્ચે સતત લડાઇ ઝઘડા થતાં હતાં. બંને રિલેશનશીપને કારણે પણ ચર્ચામાં હતાં. ઘરની અંદર સિધ્ધાર્થ અને રશ્મિ સતત ઝઘડો કરતાં રહ્યા હતાં. હમેંશા બંને વિરોધી ટીમમાં રહેતાં હતાં. પણ હવે રશ્મિએ તેના સતત વખાણ કરતો વિડીયો કરીને સોૈ ચાહકોને ચોંકાવી દીધા છે. રશ્મિ વિડીયોમાં કહી રહી છે કે હા હા શુકલા રોકસ, રશ્મિ ભી રોકસ. રશ્મિના આ ટિકટોક વિડીયો પર ચાહકો ખુબ કોમેન્ટ કરી રહ્યા છે. બિગ બોસ ફિનાલેમાં રશ્મિ ચોથા સ્થાન પર રહી હતી. આસિમ પહેલો રનર્સ અપ હતો. સિધ્ધાર્થએ ટ્રોફી અને પચાસ લાખ રૂપિયા પોતાના નામે કર્યા હતાં.

(10:00 am IST)