Gujarati News

Gujarati News

News of Wednesday, 26th February 2020

કોમેડી ફિલ્મ કરવાની શ્રધ્ધા કપૂરની ઇચ્છા

ટાઇગર શ્રોફ અને શ્રધ્ધા કપૂરની બાગી-૩ રિલીઝ માટે તૈયાર છે. આ બંને હાલમાં આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. શ્રધ્ધાએ તાજેતરમાં કહ્યું હતું કે હવે તેની ઇચ્છા ટાઇગર શ્રોફ સાથે એક કોમેડી ફિલ્મમાં કામ કરવાની છે. શ્રધ્ધાએ કહ્યું હતું કે ટાઇગર પાસે માત્ર એકશન જ નહિ બીજા અનેક પાત્રો ભજવવાની ક્ષમતા છે. ટાઇગર અને શ્રધ્ધાએ બાગીના પહેલા ભાગમાં કામ કર્યુ હતું. બાગી-૨માં ટાઇગર સાથે દિશા પટાનીને લેવામાં આવી હતી. હવે બાગી-૩માં ફરી શ્રધ્ધા અને ટાઇગરની જોડી આવી રહી છે. શ્રધ્ધાએ કહ્યું હતું કે ટાઇગર એક જ એવો અભિનેતા છે જે એકશન થકી બાગી-૩ને આગળ લઇ જઇ શકે છે. તે ખુબ  સમર્પિતભાવથી પોતાનું કામ કરે છે. ટાઇગર કોમેડી ફિલ્મો પણ સારી રીતે કરી શકે તેમ છે. મારી ઇચ્છા આવી એક ફિલ્મ તેની સાથે કરવાની છે. બાગી-૩માં શ્રધ્ધા, ટાઇગર સાથે રિતેશ દેશમુખ, વિજય વર્મા, અંકિતા લોખંડે પણ ખાસ રોલમાં છે. છઠ્ઠી માર્ચના આ ફિલ્મ રિલીઝ થશે. અહેમદ ખાને તેનું નિર્દેશન કર્યુ છે.

(9:59 am IST)