Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

'નમસ્તે ઈંગ્લેન્ડ' આ તારીખે થશે રિલીઝ

મુંબઈ:બોલીવુડ અભિનેતા અર્જુન કપુર અને અભિનેત્રી પરિણીતી ચોપરા ટૂંક સમયમાં ફિલ્મ સંદીપ ઔર પિંકી ફરારમાં નજરે પડવાના છે. જોકે ઉપરાંત તેઓ વધુ એક ફિલ્મ નમસ્તે ઈંગ્લેન્ડમાં પણ સાથે નજરે પડશે. તેમની ફિલ્મનો ફર્સ્ટલુક રીલીઝ કરાયો છે. બન્નેએ પોતાની બોલીવુડ કારકિર્દીની શરુઆત એક સાથે ઈશ્કજાદે ફિલ્મથી કરી હતી. ફિલ્મમાં બન્નેની જોડીને દર્શકોએ ખૂબ પસંદ પણ કરી હતી. ત્યારે હવે બન્ને ફરી એકવાર નમસ્તે ઈંગ્લેન્ડમાં સાથે નજરે પડશે. ફિલ્મના ફર્સ્ટલુકમાં પરિણીતી અને અર્જુન દેશી અંદાજમાં વિમાન પર બેઠેલા નજરે પડી રહ્યા છે. ફિલ્મની શરુઆત પંજાબથી થશે ત્યારબાદ બન્ને ઈંગ્લેન્ડની સફર કરતા નજરે પડશે. ફિલ્મની રીલીઝ ડેટ પણ જાહેર કરાઈ છે. જે મુજબ ફિલ્મ વર્ષના અંતે ડિસેમ્બરે રીલીઝ થશે. 

(3:54 pm IST)