Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

ફિલ્મ 'મોમ'ની રીલ પુત્રીએ શ્રીદેવી વિશે કહ્યું કંઈક આમ...'મેં બીજીવાર માતા ગુમાવી'

મુંબઇ: બોલિવૂડની ટોચની અભિનેત્રી શ્રીદેવીએ શનિવારે દૂબઇમાં અંતિમ શ્વાસ લીધા એના સમાચાર પ્રગટ થતાં પાકિસ્તાનમાં પણ એના ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. શ્રીદેવીની પુત્રી તરીકે મોમ ફિલ્મમાં રોલ કરનારી પાકિસ્તાની અભિનેત્રી સજલ અલીએ કહ્યું હતું કે મેં તો બીજીવાર મારી માતા ગુમાવી હતી. મોમ ફિલ્મ માટે સજલ અલી ખાસ વીઝા પર મુંબઇ આવી હતી. મોમ ફિલ્મના શૂટિંગ દરમિયન એણે પોતાની જન્મદાતા મા ગુમાવી હતી. શ્રીદેવીએ તરત એને પોતાની પનાહમાં લઇ લીધી હતી અને સેટ પર એને શ્રીદેવી સાથે એટલો સરસ મનમેળ થઇ ગયો હતો કે શ્રીદેવીને મોમ કહીનેજ સંબોધતી હતી. મોમ ફિલ્મના એક યુનિટ મેમ્બરે કહ્યું, સામાન્ય રીતે શ્રીદેવીજી સેટ પર પોતાના કામ સિવાય કોઇ સાથે કશું બોલતાં નહોતાં. એમના સ્વભાવની ખાસિયત હતી અને બોલિવૂડમાં બધાં હકીકત જાણતા હતા.પરંતુ સજલ સાથે એમનો પણ એવો મનમેળ થઇ ગયો હતો કે પોતાની બંને પુત્રીઓ જાહ્નવી અને ખુશીની જેમ સજલને પણ પુત્રી જેવી ગણતા હતા અને એની નાનીનાની જરૃરિયાતોનો ખ્યાલ રાખતાં હતાં. સજલે પોતે પણ રવિવારે ટ્વીટર પર શ્રીદેવી સાથેનો પોતાનો ફોટોગ્રાફ શૅર કરતાં લખ્યું હતું, મેં તો બીજીવાર મારી માતા ગુમાવી છે.

(3:54 pm IST)