Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

નામકરણ સિરિયલથી ટીવી પર્દે કમબેક કરશે નીના ગુપ્તા

મુંબઇ: અભિનેત્રી નીના ગુપ્તા લાંબા સમય બાદ ટેલિવિઝન પર કમબેક કરી રહી છે. નામકરણ નામની સિરિયલમાં પહેલીવાર નેગેટિવ રોલ સાથે આવી રહી હોવાની માહિતી મળી હતી. થોડા સમય પહેલાં નીનાએ સોશ્યલ મિડિયા પર જાહેર અપીલ કરી હતી કે હું ૬૨ વર્ષની અભિનેત્રી છું અને મને સ્વમાનભેર મારું પેટ ભરવા માટે કામની જરૃર છે. મને કામ આપો. અગાઉ કેટલીક ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કરી ચૂકેલી નીનાની જાહેર અપીલના જવાબમાં એને ફિલ્મ સર્જક અનુભવ સિંહા તરફથી મુલ્ક ફિલ્મની ઑફર મળી હતી જેમાં પોતાના જેવાજ સિનિયર અભિનેતા રિશિ કપૂર સાથે કામ કરી રહી છે. હવે ટીવી સિરિયલ નામકરણમાં પણ નેગેટિવ રોલ દ્વારા ચમકી રહી છે. અગાઉ ૧૯૯૦ના દાયકામાં સાંસ સિરિયલ દ્વારા નીના ટેલિવિઝન ઉદ્યોગમાં રીતસર છવાઇ ગઇ હતી. એનો ફિલ્મ ખલનાયકના ચોલી કે પીછે ક્યા હૈ ગીતમાં માધુરી દ્દીક્ષિત સાથેનો ડાન્સ પણ ખૂબ ગાજ્યો હતો. ખલનાયક સુભાષ ઘાઇની ફિલ્મ હતી. નામકરણના નીનાના રોલ અંગે તપાસ કરતાં મળેલી માહિતી મુજબ નીના આખીય વાર્તામાં નવો વળાંક લાવે એવો બળકટ રોલ સિરિયલમાં કરી રહી હતી.

 

 

(3:52 pm IST)