News of Monday, 26th February 2018

અને ઉર્વશીની આંખમાં આંસુ આવી ગયા

ફિલ્મમાં પરફેકટ સિન આપવા માટે કલાકારો ભરપુર મહેનત કરતાં હોય છે. હેટ સ્ટોરી-૪ ફિલ્મના એક ગીતમાં ડાન્સ સિન વખતે ઉર્વશી રોૈતેલાને રિતસર આંસુ આવી ગયા હતાં. આ ફિલ્મમાં ઉર્વશી પર આશિક બનાયા આપને...ગીત ફિલ્માવાયું છે. જેમાં તેનો હોટ અવતાર છે. ઉર્વસીએ કહ્યું હતું કે આ ગીત માટે મેં ભરપુર મહેનત કરી છે. એક તો ગીતમાં હાઇ હિલ્સના ચપ્પલ પહેરીને ડાન્સ કરવાનો હતો. તો બીજી તરફ ડાન્સના સ્ટેપ્સ પણ પરફેકટ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું હતું. એ ઉપરાંત બેકગ્રાઉન્ડ ડાન્સર્સ, મ્યુઝિક સાથે બેલેન્સનું પણ ધ્યાન રાખવાનું હતું. મેં એકદમ બધુ પરફેકટ ન થયું ત્યાં સુધી શુટીંગ બંધ થવા દીધુ નહોતું. આ માટે દોઢેક કલાકનો સમય લાગ્યો હતો. વિદેશી ડાન્સર્સ હિન્દી શબ્દો પર ડાન્સનો તાલમેલ કરી શકતી ન હોઇ મુશ્કેલી ઉભી થઇ હતી. કુલ ૪૮ રિટેક લેવા પડ્યા હતાં અને છેલ્લે આંખમાંથી આંસુ આવી ગયા હતાં.

(9:55 am IST)
  • સાબરકાંઠાના કુંડલા ગામ નજીક ટ્રક અને જીપ વચ્ચે ગોઝારો અકસ્માત : ૭ના મોત, ૧૧ ઘાયલ અને ૨૨ને ઈજાઃ મૃતકોનો આંકડો વધે તેવી સંભાવના access_time 12:50 pm IST

  • બ્રિટનમાં કોલ્ડવેવ એલર્ટ : સાઇબિરિયન ઠંડી હવાઓ અને બરફના કારણે બ્રિટનમાં હાડ જમાવી દેતી ઠંડી પડી રહી છે. હાલ હવામાન ખાતાએ બરફવર્ષાને ધ્યાનમાં લઇ ચેતવણી જાહેર કરી છે. જેમાં પહેલી ચેતવણી ટ્રાફિક અને બીજી વીજ પુરવઠાના કાપને લગતી છે. હવામાન ખાતાએ કહ્યું છેકે, 3 દિવસ ખરાબ હવામાન અને ભારે બરફવર્ષા થશે. access_time 1:04 am IST

  • મહેસાણાના ગોપીનાળા અને ડેરી રોડ પર વન-વેના વિરોધમાં આજે રોડ પર લોકોએ ચક્કાજામ કર્યો હતો. જોકે ડીવાસએસપી અને બી ડિવિઝન પોલીસને કાફલો દોડી આવ્યો હતો.અને રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. access_time 3:51 pm IST