Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રોલને ન્યાય આપવા ભાનુ ઉદયએ કર્યો ભોજનનો ત્યાગ

ટીવી શો 'સામ દામ દંડ ભેદ'માં મુખ્ય રોલ નિભાવી રહેલો અભિનેતા ભાનુ ઉદય અભિનય માટે કોઇપણ હદ સુધી જવા તૈયાર હોય છે. તેને અભિનય પ્રત્યે એટલો લગાવ છે કે તેણે ભોજન પણ છોડી દીધુ હતું. ઉદયએ સતત ત્રણ મહિના સુધી માત્ર પ્રવાહી લઇને ડાયેટીંગ કર્યુ હતું. તેણે ત્રણ મહિના સુધી કંઇ ભોજન લીધુ નહોતું.

માત્ર પાણી, જ્યુસ અને બીજા પ્રવાહી જ લીધા હતાં. ભાનુએ કહ્યું હતું કે આઠ મહિના પહેલા હું આ શો સાથે જોડાયો ત્યારે મારે પાત્ર મુજબ વજન વધારવાનું હતું. એ પછી મને એક જ મહિનામાં વજન ઓછુ કરવાની સુચના મળી હતી. આ કેવી રીતે શકય બને? પછી મેં યોધ્ધાઓ જેવી રણનીતિ અપનાવી હતી. આખો દિવસ ભુખ્યો રહી સાંજે ભોજન લેતો હતો. પછી તો હું સાંજનું ભોજન પણ બંધ કરી માત્ર લિકવીડ પર આવી ગયો હતો. નિયમોનું પાલન કરવાથી ભુખ લાગતી જ બંધ થઇ ગઇ હતી. આમ છતાં હું સંપુર્ણ સ્વસ્થ છું.

 

(9:55 am IST)