Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

રેસ-૩ માટે જૈકલીને કરી સખ્ત મહેનતઃ લીધી ખાસ તાલિમ

બોલીવૂડનો દબંગ ખાન સલમાન ખાન હવે રેસ-૩માં મુખ્ય રોલ નિભાવી રહ્યો છે. આ ફિલ્મનું શુટીંગ થાઇલેન્ડમાં પણ દસ દિવસ સુધી થયું છે. થાઇલેન્ડના જંગલમાં સલમાન ખાન અને જૈકલીન ફર્નાન્ડીસ પરના એકશન દ્રશ્યોનું ફિલ્માંકન ગોઠવાયું હતું. આ એકશન દ્રશ્યોને પરફેકટ બનાવવા જૈકલીને ચાર મહિના ખાસ તાલિમ લીધી છે. રમેશ તોૈરાની પ્રોડકશન સાથે જોડાયેલા સુત્રો કહે છે કહે બેંગકોકના ફલોટિંગ માર્કેટ અને રોઝ ગાર્ડનમાં પણ ફિલ્મના કેટલાક દ્રશ્યોનું શુટીંગ થયું છે. એ પછી કંચનાબુરીના જંગલમાં શુટીંગ ગોઠવાયું હતું. જેમાં જૈકલીન ખલનાયકનો જંગલમાં પીછો કરતી જોવા મળશે. એકશન ડિરેકટર અનલ અરાસુએ આ એકશન દ્રશ્યો પર નજર રાખી હતી. જૈકલીને મિકસ્ડ માર્શલ આર્ટસ, જીઉ જીતસુ, બોકસીંગ, કિક બોકસીંગ, થાઇ બોકસીંગ અને ઇલેકટ્રીકલ મસલ સ્ટીમ્યુલેશનની તાલિમ લીધી છે. નિર્દેશક રેમો ડિસુઝાની આ ફિલ્મ આ વર્ષે ઇદના તહેવાર પર આવશે.

(9:54 am IST)