Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

સપનાને ફિલ્મ ઉપરાંત ટીવી શોમાં પણ કામ મળ્યું

રિયાલીટી શો બિગ બોસ અગિયારમાંથી બહાર નીકળી ચુકેલી સપના ચોૈધરીને હવે ટીવી શો મળી ગયો છે. સપના હરિયાણાની જાણીતી ડાન્સર છે અને 'હરિયાણા કી શેરની'ના નામથી તેને ઓળખવામાં આવે છે. બીગ બોસમાંથી બહાર આવ્યા પછી તેને ફિલ્મમાં પણ કામ મળ્યું છે. અભય દેઓલ સાથેની એક ફિલ્મ કરવાની તક મળી છે. આ ઉપરાંત ટીવી શો પણ મળ્યો છે. કલર્સના શો લાડો-વિરપુર કી મર્દાની નામના શોમાં સપનાને કેમીયો કરવાની તક મળી હતી. આ શોમાં તે આઇટમ સોંગ બાબુજી જરા ધીરે ચલો...પર ડાન્સ કરતી જોવા મળી હતી. સપના ડાન્સર તરીકે ખુબ જાણીતી છે.

(9:19 am IST)