Gujarati News

Gujarati News

News of Monday, 25th December 2017

ધડકનું પહેલા શેડ્યુલનું શુટીંગ ઉદયપુરમાં પુરૂ

દર્શકોને ફિલ્મી પરદે નવી જોડીઓ આગામી સમયમાં જોવા મળવાની છે. જેમાં સૈફ અલી ખાન અને અમૃતા સિંઘની દિકરી સારા અલી ખાન તથા સુશાંત સિંહ રાજપૂતની જોડી અને શ્રીદેવીની દિકરી જ્હાન્વી તથા શાહિદના ભાઇ ઇશાન ખટ્ટરની જોડી મોખરે છે.

જ્હાન્વી અને ઇશાનની ફિલ્મ 'ધડક'નું શુટીંગ શરૂ થઇ ગયું છે. ધર્મા પ્રોડકશનની આ ફિલ્મમાં પહેલા શેડ્યુલનું શુટીંગ પુરૂ થઇ ગયું છે. ફિલ્મના નિર્દેશક શશાંક ખેતાન છે. પ્રારંભીક શુટીંગ રાજસ્થાનના ઉદયપુરમાં થયું હતું.  જે પુરૂ થયા બાદ સમગ્ર ટીમે એક તસ્વીર લીધી હતી. નાગરાજ મંજુલેની મરાઠી ફિલ્મ સૈરાટની આ હિન્દી રિમેક છે. ધડક છઠ્ઠી જુલાઇના રોજ રિલીઝ થવાની છે.

(9:18 am IST)