Gujarati News

Gujarati News

News of Friday, 25th November 2022

આજથી વરૂણ ધવનની બહુપ્રતિક્ષીત હોરર કોમેડી ફિલ્‍મ ‘ભેડિયા' રિલીઝ

ફિલ્‍મનો થ્રીડીમાં પણ માણી શકાશે આનંદઃ ક્રિતી સાથે વરૂણે બીજીવાર જોડી બનાવી

નિર્માતા દિનેશ વિજાન અને નિર્દેશક અમર કોૈશિકની ફિલ્‍મ ‘ભેડિયા' આજથી રિલીઝ થઇ છે. જેનું લેખન નિરેન ભટ્ટે કર્યુ છે. ફિલ્‍મમાં વરૂણ ધવન, ક્રિતી સેનન, દિપક ડોબરીયાલ, અભિષેક બેનર્જી, અરનોદખાન અકીબ, શરદ કેલકર, પાલિન કબાક મુખ્‍ય ભુમિકા છે. આ ઉપરાંત શ્રધ્‍ધા કપૂર પણ એક ખાસ રોલમાં જોવા મળશે.

સાંઇઠ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્‍મમાં સંગીત સચીન-જીગરનું છે. કોમેડી હોરર જોનરની આ ફિલ્‍મ દ્વારા વરૂણ અને ક્રિતી બીજી વાર સાથે આવ્‍યા છે. અગાઉ આ બંનેએ શાહરૂખ ખાન અને કાજોલ સાથે ફિલ્‍મ દિલવાલેમાં કામ કર્યુ હતું. વરૂણ આ ફિલ્‍મમાં ભાસ્‍કર શર્માના રોલમાં છે. જ્‍યારે ક્રિતીએ ડો. અનિકા મિત્તલની ભુમિકા નિભાવી છે. ફિલ્‍મની કહાની એક એવા યુવાન ભાસ્‍કર (વરૂણ)ની છે જેને ભેડિયાએ કરડી લીધો હોય છે. એ પછી ભાસ્‍કર ઇચ્‍છાધારી ભેડિયામાં બદલાઇ જાય છે. તે પોતાના શરીર પરનો કાબુ ગુમાવી દે છે અને ભેડિયાના રૂપમાં આવી જાય છે. આમાંથી ફરી સામાન્‍ય રૂપમાં આવવા માટે તેને મિત્રોની મદદ લેવી પડે છે. શું તે ભેડિયા બની જવાની આ પ્રક્રિયામાંથી છુટકારો મેળવી શકે છે કે કેમ? તે જાણવા ફિલ્‍મ જોવી પડશે. ફિલ્‍મ ટુડી સાથે થ્રીડીમાં પણ માણી શકાશે. ફિલ્‍મનું મોટા ભાગનું શુટીંગ અરૂણાચલ પ્રદશના નયનરમ્‍ય જંગલોમાં કરવામાં આવ્‍યું છે.

અગાઉસ્ત્રી, રૂહી જેવી હોરર કોમેડી ફિલ્‍મો આવી હતી જે દર્શકોને ગમી હતી. ભેડિયામાં પણ હોરર કોમેડીનો સંગમ છે. દર્શકોને નવી જ કહાની સાથે ડર અને મનોરંજન બંને માણવા મળશે તેવું નિર્માતાઓનું કહેવું છે. 

(10:31 am IST)