Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

નવા વર્ષમાં સપનુ સાકાર કરવા સાન્યાની ઇચ્છા

દિલ્હીમાં જન્મેલી અને આમિર ખાનની ફિલ્મ દંગલ થકી ચાર વર્ષ પહેલા બોલીવૂડમાં અભિનય કારકિર્દી શરૂ કરનારી સાન્યા મલ્હોત્રાની ઇચ્છા હવે ડાન્સીંગ ફિલ્મમાં કામ કરવાની છે. તેણે દંગલ પછી સિક્રેટ સુપરસ્ટાર, પટાખા, બધાઇ હો, ફોટોગ્રાફ, શકુંતલા દેવી સહિતની ફિલ્મો કરી છે. તાજેતરમાં જ ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થયેલી લૂડોમાં તેણે શાનદાર અભિનયથી સોૈના દિલ જીત્યા છે. હવે તેની પાસે પગલાયિત નામની ફિલ્મ છે. કોમેડી ડ્રામા જોનરની આ ફિલ્મમાં શ્રુતિ શર્મા, આશુતોષ રાણા અને રઘુવીર યાદવ પણ છે. સાન્યા કહે છે નવા વર્ષમાં હું એક એવી ફિલ્મ કરીશ, જે મારો ડ્રીમ પ્રોજેકટ હશે. મને ડાન્સ ફિલ્મ કરવાની અત્યંત ઇચ્છા છે. આવી ફિલ્મમાં કામ કરવા માટે હું સતત આતુર છું. લોકોને હું જણાવી રહી છું કે મારે ડાન્સ ફિલ્મ કરવી છે. હું આ માટે ખુબ લાગણી ધરાવુ છું. મુંબઇ આવી એ પહેલા હું તાલિમબધ્ધ ડાન્સર હતી. ડાન્સ અને અભિનય મિકસ કરીને હું નવું જ કંઇક આપીશ.

 

(9:16 am IST)
  • પંજાબમાં ૧ ડીસેમ્બરથી તમામ શહેરો અને ગામોમાં રાત્રીના કર્ફયુનું એલાનઃ હોટલો રેસ્ટોરન્ટ રાતના ૯.૩૦ સુધી ખુલ્લા રહેશેઃ નિયમનો ભંગ કરવા બદલ ૧૦૦૦નો દંડ access_time 3:21 pm IST

  • ચંદ્રની ભૂમિ ઉપરથી પથ્થરો લાવવાનું ચીનનું અભિયાન શરૂ : ચીને ચંદ્ર ઉપરથી પથ્થરો પૃથ્વી ઉપર પરત લાવવા માટેનું પોતાનું પહેલું મિશન સફળતાપૂર્વક શરૂ કર્યું છે. access_time 9:53 pm IST

  • અમદાવાદમાં નવી કોવીદ હોસ્પિટલો શરૂ : અમદાવાદમાં છ નવી કોવિડ હોસ્પિટલો શરૂ કરવામાં આવી છે જે પૈકી ત્રણ હોસ્પિટલોમાં વધારાની બેડ ખાલી હોવાનું અમદાવાદ કોર્પોરેશને જણાવ્યું છે. access_time 9:53 pm IST