Gujarati News

Gujarati News

News of Monday, 25th November 2019

કામનું દબાણ એક રોમાંચક પડકાર છે, તેનાથી તમારો વિકાસ થાય છેઃ માન્યતા દત્ત

મુંબઇ તા. ૨૫: સંજય દત્તની પત્નિ માન્યતા દત્ત અંગત જિંદગીમાં એક સાથે ઘણી જવાબદારીઓ નિભાવે છે. માન્યતા એક એકટ્રેસ હોવાની સાથે સાથે બિઝનેસ વુમન પણ છે. તે પોતાના પતિ સંજય દત્તનું પ્રોડકશન હાઉસ પણ સંભાળે છે અને એક પત્નિ હોવાની સાથે સાથે બે બાળકોની માતા તેમજ એક એવી બિઝનેસ વુમન છે, જે દર્શકોના મનોરંજન માટે કવોલિટી કન્ટેન્ટ આપે છે. કહી શકાય કે તે પૂરી સફળતાથી આ તમામ જવાબદારી પૂરી કરે છે. એક સાથે આટલી જવાબદારીઓ પૂરી કરવા અંગે વાત કરતા માન્યતાએ કહ્યું હતું કે- અંગત રીતે હું એવું માનું છું કે જો તમને તમારુ કામ ગમે છે, તો કામનું દબાણ એક રોમાંચક પડકાર બની જાય છે. જેનાથી તમારો પણ વિકાસ થાય છે. મને ફિલ્મો ગમે છે, મને પ્રોડ્યુસર બનવું પસંદ છે. એટલે જ એક અસ્થિર કામ હોવા છતાંય હું અહીં છું. આ ઉપરાંત હું જીવનને આદ્યાત્મિક દ્રષ્ટિકોણથી જોઉ છું. બધુ માત્ર ક્ષણિક છે, અને હું પરિસ્થિતિને અનુકૂળ થઈને કામ કરવામાં માનું છું. (૧૪.૧૩)

(12:58 pm IST)