Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

કરણ કુન્દ્રાને સલમાને કહ્યું-આવુ જ ચાલ્યું તો છેલ્લે માત્ર કિંગ મેકર બની રહેશો, કિંગ નહિ

બિગ બોસ-૧૫માં ઘરમાં પહોંચી સલમાને સ્પર્ધકોના વખાણ કર્યા, કેટલાકને ફટકાર લગાવી : ઉમર રિયાઝ અને ઇશાન સહગલને ગણાવ્યા કરણના પ્યાદા

મુંબઇ તા. ૨૫: બિગ બોસ-૧૫માં વિકેન્ડના વારમાં સલમાન ખાન જ્યારે પણ ઘરમાં જાય છે ત્યારે તે ઘરવાળા માટે કંઇક નવું લાવે છે. આ વખતે એક નવી વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી થઇ છે તો સાથે સલમાન ખાને ઘરના અનેક સદસ્યોના વખાણ કર્યા હતાં. તો કેટલાકને ફટકાર પણ લગાવી હતી. જેમાં કરણ કુન્દ્રા અને જય ભાનુશાળી પણ સામેલ છે. સલમાન ખાને કરણ કુન્દ્રાને કિંગ મેકર ગણાવ્યો હતો તો ઉમર રિયાઝ અને ઇશાન સહગલને તેના પ્યાદા ગણાવ્યા હતાં.

સલમાન ખાને ઉમર અને ઇશાન પર નિશાન તાંકી અનેક સવાલો કર્યા હતાં. તેણે આ બંનેને પુછ્યું હતું કે શું તમે બધુ જ કરણને પુછીને કરો છો? સવારે બ્રશ કરવાથી માંડી રાતે બ્રશ કરવા સુધીના સમયમાં તે બધા જ કામ કરણને પુછીને કરે છે. ઇશાનને તો સલમાને એ પણ પુછ્યું કે તું બધુ કામ કરણને પુછીને કરે છે, તો શું માયશા સાથે જે કરે છે એ વિશે પણ કરણને પુછ્યું છે?

સલમાન ખાને કરણ કુન્દ્રાને સમજાવીને કહ્યું હતું કે તમને જોઇને એવું લાગી રહ્યું છે કે અમે કિંગ મેકર બનાવવાવાળાને જોઇ રહ્યા છીએ. આમાં કદાચ અમે ખોટા પણ હોઇ શકીએ. પણ જો આવુ જ ચાલ્યું તો છેલ્લે કિંગ મેકર બનીને જ રહી જશો, કિંગ નહિ બની શકો. એવું પણ બની શકે કે આ કમ્ફર્ટ ઝોન છે જેના થકી તમે બીજાને કામે લગાડો છો. ઇશાને સલમાન સમક્ષ ખુલાસા પણ કર્યા હતાં.

(2:41 pm IST)