Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

અમે હટકે સ્ટોરી લાવીશું: રિચા-અલી

રિચા ચઢ્ઢા અને અલી ફઝલ તેમના હોમ પ્રોડકશન હાઉસ 'પુશિંગ બટન્સ'ના નેજા હેઠળ ધમાલ મચાવતી સ્ટોરીઝ દેખાડવા માગે છે. તેમણે થોડા સમય પહેલાં જ 'ગર્લ્સ વિલ બી ગર્લ્સ' પ્રોેજેકટની જાહેરાત કરી હતી. કેવા પ્રકારની સ્ટોરીઝ લોકોને દેખાડવા માગે છે એ વિશે રિચાએ કહ્યું હતું કે વાસ્તવિક, ઓરિજિનલ અને પ્રમાણિક સ્ટોરીઝ કે જે લાંબા સમય સુધી ટકી રહે તે દેખાડશે. અમારા પ્રોજેકટમાં અમે કોઈ કચાશ ન રહી જાય એવો પ્રયાસ કરીશું. અમારો ઉદ્દેશ એ જ રહેશે કે અમે એવી સ્ટોરીઝ લઈને આવીએ જે યુનિવર્સલ અને અનોખી હોય. અમે કદી ન સાંભળી હોય એવી સ્ટોરીઝ અને હટકે કન્ટેન્ટ દેખાડવા ઇચ્છીએ છીએ. અલીએ કહ્યું હતું કે એક કલાકાર તરીકે અમે ન માત્ર ઇન્ટરેસ્ટિંગ પ્રોજેકટ્સમાં કામ કરીએ છીએ પરંતુ અમે ગ્રાઉન્ડ બ્રેકિંગ અને વિચારતા કરી દે એવા સિનેમામાં કામ કરીએ. અમે દર્શકોને એવી સ્ટોરીઝ દેખાડવા માગીએ છીએ જે અગત્યની હોય અને સાથે જ એ સુસંગત હોય.

(9:54 am IST)