Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

નેહા કક્કડના હાથમાં લાગી રોહનપ્રીતના નામની મહેંદી

સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થયાઃ રોકા સેરેમનીના વીડિયો બાદ નેહાની મહેંદી સેરેમનીની તસવીરો સામે આવી, નેહા બ્લેક આઉટફિટમાં સુંદર લાગી

મુંબઈ,તા.૨૫બોલિવુડ સિંગર અને ઈન્ડિયન આઈડલ ૧૨ની જજ નેહા કક્કડ છેલ્લા એક મહિનાથી પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા તેણે પોતે ખુલાસો કર્યો હતો કે, તે બોયફ્રેન્ડ રોહનપ્રીત સિંહ સાથે લગ્ન કરવા જઈ રહી છે. નેહા કક્કડ અને રોહનપ્રીતના લગ્ન દિલ્હીમાં થવાના છે. ગુરુવારે તે પોતાના ભાઈ-બહેન સાથે લગ્ન કરવા માટે ત્યાં પહોંચી ગઈ હતી. થોડા દિવસ પહેલા નેહાએ તેની રોકા સેરેમનીનો વીડિયો શેર કર્યો હતો. હવે તેની મહેંદીની તસવીરો સામે આવી છે. જે ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગઈ છે. તસવીરોમાં નેહા બ્લેક લોન્જવેરમાં કાઉચ પર બેઠેલી જોવા મળી રહી છે. જ્યારે બે યુવકો મહેંદી લગાવી રહ્યા છે. તસવીરોમાં તેનો ચહેરો એકદમ ગ્લો કરી રહ્યો છે અને કેમેરા સામે જોઈને તે સ્માઈલ આપી રહી છે. નેહા કક્કડે હાલમાં ઈન્સ્ટાગ્રામ પર ફિયાન્સ રોહનપ્રીત સિંહે તેની પ્રપોઝ કર્યું હતું તે દિવસની તસવીરો શેર કરી હતી. તસવીરોમાં નેહાએ વ્હાઈટ ડ્રેસ પહેર્યો હતો અને સાથે પિંક દુપટ્ટો કેરી કર્યો હતો. જ્યારે રોહનપ્રીત રેડ ટીશર્ટમાં જોવા મળી રહ્યો હતો. તેના હાથમાં 'વિલ યુ મેરી મી?'નું કાર્ડ હતું.

તસવીરના કેપ્શનમાં નેહાએ લખ્યું હતું કે, 'તેણે મને પ્રપોઝ કર્યું તે દિવસ. રોહનપ્રીત સિંહ જીવન તારી સાથે વધારે સુંદર છે. રોહનપ્રીત સિંહે પણ તસવીરો શેર કરી હતી. તેણે લખ્યું હતું કે, મારો પહેલો પ્રેમ. હું તને કહેવા માગુ છું કે, જ્યારથી તને મળ્યો છું ત્યારથી મારી સ્માઈલ સાથેનું મારું કનેક્શન વધારે મજબૂત થઈ ગયું છે. જે દિવસે આપણી રોકા સેરેમની થઈ, તે દિવસે મને અહેસાસ થયો કે મારું સૌથી સુંદર સપનું સાચુ થઈ ગયું. હું ઈચ્છું છું કે આપણા જીવનની એક-એક ક્ષણ ખુશીઓથી ભરેલી હોય. આપણી જોડીને કોઈની નજર ના લાગે. હું તને વચન આપું છું કે, તારી બધી ચિંતાઓ હું લઈ લઈશે અને બદલામાં દુનિયાની બધી ખુશીઓ તને આપીશ. વાહેગુરુજી આપણને સુખી રાખે. ૨૧મી તારીખે નેહા અને રોહનપ્રીતનું આલ્બમ સોન્ગ 'નેહૂ દા વ્યાહ' રિલીઝ થયું હતું. જેના પરથી ફેન્સને આશંકા થવા લાગી હતી કે, નેહા સાચેમાં લગ્ન કરી રહી છે કે પછી આલ્બમ માટે પબ્લિટી સ્ટંટ છે?. આટલું નહીં આદિત્ય નારાયણે પણ બંનેના લગ્ન પર આશંકા વ્યક્ત કરી હતી. જો કે, બંનેએ રોકા સેરેમનીની તસવીરો શેર કરીને બધાની બોલતી બંધ કરી દીધી હતી.

(11:00 am IST)
  • બેકારી ચરમસીમાએઃ રેલવેમાં ખાલી પડેલી ૧.૪ લાખ નોકરીની જગ્યાઓ માટે ૨.૪૦ કરોડ ઉમેદવારોએ અરજી કરી છે access_time 3:36 pm IST

  • આફ્રિકાના કેમરૂનમાં આવેલી સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ : 9 થી 12 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત : 12 બાળકો ઘાયલ તથા હોસ્પિટલમાં દાખલ : ક્લાસમાં બેસી અભ્યાસ કરતા નિર્દોષ ભુલકાંઓના હત્યારાઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રકોપ : રાષ્ટ્રપતિ મૌસા ફકીરે દુઃખ વ્યક્ત કર્યું access_time 12:19 pm IST

  • કેન્દ્રીય તકેદારી આયોગ 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર, 2020 સુધી, "સતર્ક ભારત, સમૃધ્ધ ભારત" ની થીમ સાથે વિજિલન્સ જાગરૂકતા સપ્તાહની ઉજવણી કરશે. access_time 10:04 pm IST