Gujarati News

Gujarati News

News of Sunday, 25th October 2020

અલી ફઝલ હોલિવૂડ મૂવીમાં મેઇન રોલમાં જોવા મળશે

ફિલ્મનું નામ છે કોડ નેમઃ જૉની વૉકરઃ ફઝલ ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ ૭, વિક્ટોરિયા એન્ડ અબ્દુલ અને ડેથ ઓન નાઇલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે

મુંબઈ,તા.૨૫બોલીવુડ અભિનેતા અલી ફઝલએ ભારતીય ફિલ્મ ઈડસ્ટ્રીઝનું એક એવું નામ છે જેણે વિદેશમાં પણ ઓળખ મેળવી છે. હોલીવૂડ અને બ્રિટીશ પ્રોજેક્ટ્સમાં કામ કરી ચૂકેલો અલી ફઝલ હવે એક હોલીવુડની વોર ડ્રામા ફિલ્મમાં મુખ્ય ભૂમિકા નિભાવતો જોવા મળશે. ફિલ્મનું નામ કોડ નેમઃ જોની વોકર હશે. ફિલ્મએ નામની નવલકથા પર આધારિત છે, જે ઇરાક યુદ્ધની સાચી વાર્તા પર આધારિત છે. ફિલ્મને એવોર્ડ માટે નામાંકિત થયેલ લેખક એલન વેંકસની સાથે જીમ ડેલ્ફિસ લખશે. ફિલ્મ પર સપ્ટેમ્બર ૨૦૧૫થી કામ ચાલી રહ્યું છે. કોરોના વાયરસની સ્થિતિમાંથી બહાર નીકળ્યા બાદ અલી ફઝલ સીધો લોસ એન્જલસ જશે અને સ્ટુડિયોમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરશે. ફિલ્મની વાર્તા એક ઇરાકી વ્યક્તિ પર આધારિત છે, જે અમેરિકન નેવી સીલ કમાન્ડો સાથે રહે છે અને એક દુભાષિયા તરીકે તેની મદદ કરે છે. જણાવી દઈએ કે પહેલા અલી ફઝલ 'ફાસ્ટ એન્ડ ફ્યુરિયસ , વિક્ટોરિયા એન્ડ અબ્દુલ અને ડેથ ઓન નાઇલ જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યો છે. ડેથ ઓન નાઇલી રિલીઝ કોરોના વાયરસને કારણે અટકી ગઈ. સિવાય અલી ફઝલની જાણીતી વેબ સીરીઝ મીરઝાપુરની બીજી સીઝન રીલીઝ થઈ ગઈ છે. જે દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે.

(10:58 am IST)
  • આફ્રિકાના કેમરૂનમાં આવેલી સ્કૂલમાં અંધાધૂંધ ફાયરિંગ : 9 થી 12 વર્ષની ઉંમરના 8 બાળકોના મોત : 12 બાળકો ઘાયલ તથા હોસ્પિટલમાં દાખલ : ક્લાસમાં બેસી અભ્યાસ કરતા નિર્દોષ ભુલકાંઓના હત્યારાઓ વિરુદ્ધ સમગ્ર દેશમાં પ્રકોપ : રાષ્ટ્રપતિ મૌસા ફકીરે દુઃખ વ્યક્ત કર્યું access_time 12:19 pm IST

  • ઝારખંડ : પિકનિક મનાવવા નીકળેલા અને બાગમુંડા ધોધ પર ગયેલા ૭, ૧૧, ૧૬ વર્ષના ત્રણ બાળકો નદીના તીવ્ર પ્રવાહમાં તણાય ગયા, બેના મૃતદેહ મળ્યા: કિશોરીની શોધ ચાલુ.. access_time 10:02 pm IST

  • 26 થી 29 ઓક્ટોબર દરમિયાન દિલ્હીમાં આર્મી કમાન્ડર્સની કોન્ફરન્સ યોજાશે access_time 10:07 pm IST