Gujarati News

Gujarati News

News of Wednesday, 25th September 2019

ઉત્સુકતાનો અંતઃ અક્ષય કુમારની હાઉસફુલ-૪ના પોસ્ટર રિલીઝઃ અલગ-અલગ અંદાજમાં જોવા મળશે

નવી દિલ્હી : ફેન્સની ઉત્સુકતાનો છેવટે અંત આવ્યો છે અને બોલીવુડ સ્ટાર ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર પોતાની સુપરહિટ ફિલ્મ ફ્રેન્ચાઇઝી હાઉસફુલ 4ના પોસ્ટર લાવ્યા છે. આ ફિલ્મની સિરીઝમાં અગાઉ અક્ષય કુમાર પનોતી બનતા દેખાયા હતા તો ક્યારેક એમનો સુંડી અંદાજ પણ દર્શકોને ગમ્યો હતો. પરંતુ આ વખતે હાઉસફુલ 4 ફિલ્મની વાર્તા 600 વર્ષની લાંબી સફર કરશે અને 1419થી 2019 દરમિયાનના સમયમાં અક્ષય અલગ અલગ અંદાજમાં નજર આવશે. મંગળવારે અક્ષય કુમારે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે અને આજે આ ફિલ્મના કેટલાક પોસ્ટર્સ રિલીઝ કર્યા છે. આ અગાઉ બે પોસ્ટર સામે આવ્યા હતા.

આ ફિલ્મમાં અક્ષય કુમાર ડબલ રોલમાં દેખાય છે. એક હશે 1419 ના રાજકુમાર બાલાનું જેનો લુક ઘણો જ ખતરનાક છે. તીર ચલાવતા બાલાનો એક ફોટો સોશિયલ મીડિયામાં શેયર કરાયો છે જે ઘણો જ ખતરનાક છે. જેની નીચે કેપ્શનમાં લખાયું છે કે, બાલા શેતાન કા સાલા... તો બીજી તરફ અક્ષય કુમારનો બીજો રોલ છે હેરીનો જે લંડન રિટર્ન છે. બીજા પોસ્ટરમાં સ્પષ્ટ છે કે આ પુન: જન્મની વાર્તા છે. જુઓ હાઉસફુલ 4 ના નવા બે પોસ્ટર. તમને જણાવીએ કે આ ફિલ્મનું ટ્રેલર શુક્રવારે 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાનું છે.

એક દિવસ પહેલા જ આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરાયું છે. અક્ષય કુમારે આ ફિલ્મનું ટીજર શેયર કરતાં લખ્યું છે કે, હાઉસફુલ 4 ની ગુદગુદાવનારી સવારી માટે ગિયર અપ કરો જે તમને 1419 માં પાછા લઇ જશે. અહીં નોંધનિય છે કે, ફરહાદ સામજી દ્વારા નિર્દેશિત હાઉસફુલ 4 એ મલ્ટીસ્ટારર ફિલ્મ છે. જેમાં અક્ષય કુમાર કૃતિ સેનન, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, બોબી દેઓલ, પૂજા ગર્ગ અને અન્ય કલાકારો છે.

(5:07 pm IST)