Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

દાદી કસમ, ફિરંગી મલ્લાહ જેૈસા નેકદિલ ઈન્સાન કોઇ નહીં

ઠગ્સ ઓફ હિંદોસ્તાનમાં આમિરનું આ નામ છે અને તે સત્યને પોતાનું બીજું નામ કહે છે

મુંબઇ તા.૨૫: આમિર ખાનનું નામ 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં ફિરંગી મલ્લાહ છે. તેણે ગઇ કાલે ઇન્સ્ટાગ્રામ પર તેનો લુક જાહેર કર્યો હતો. આ પોસ્ટરમાં તે ગધેડા પર બેસીને સવારી કરતો જોવા મળી રહયો છે. તેણે પોતાને આ દુનિયાની સોૈથી પ્રામાણિક વ્યકિત પણ કહયો છે. આ પોસ્ટર શેર કરતાં આમિરે લખ્યું હતું કે, 'અને આ છે હું, ફિરંગી મલ્લાહ. મારાથી વધુ સારા દિલની વ્યકિત આ દુનિયા પર તમને કયાંય જોવા નહીં મળે. સત્ય મારું બીજું નામ છે અને ભરોસો અમારું કામ. દાદી કસમ.'

આ ફિલ્મમાં આમિર ખાનની સાથે, અમિતાભ બચ્ચન, કેટરિના કૈફ અને ફાતિમા સના શેખ પણ જોવા મળશે. આ ફિલ્મ આઠ નવેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મનું ટીઝર અને ટ્રેલર બહુ જલ્દી રિલીઝ કરવામાં આવશે.(૧.૨)

(12:44 pm IST)