Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

મણિરત્નમ્ની ફિલ્મ માટે તમિલ શીખી રહી છે અદિતી

સાઉથના સ્ટાર હિન્દી ફિલ્મોમાં કામ કરે છે તેમ બોલીવૂડના સ્ટાર પણ તમિલ,  તેલુગુ સહિતની ફિલ્મો કરતાં હોય છે. અદિતી રાવ હૈદરી પણ હવે એક તમિલ  ફિલ્મ કરી રહી છે. છેલ્લે પદ્દમાવત ફિલ્મમાં અલ્લાઉદ્દીન ખિલજીની પત્નિ મેહરૂન્નિસાનો શાનદાર રોલ નિભાવનારી અદિતીને મણિરત્નમની એક ફિલ્મ મળી છે. આ અગાઉ પણ મણિરત્નમની ફિલ્મ કાટરૂ વેલિયીદાઇમાં જોવા મળી હતી. અદિતીએ સ્વીકાર્યુ છે કે પદ્માવત ફિલ્મ કર્યા પછી મને ખુબ પ્રશંસા મળી છે. મને એ ખબર જ નહોતી કે મારો આ રોલ દર્શકોને ખુબ ગમશે. હવે હું મણિરત્ન સાથે વધુ એક ફિલ્મ કરી રહી છું. તેમની પાસેથી મને અભિનયની દુનિયામાં ખુબ શીખવાની તક મળી છે. અદિતી નવી ફિલ્મ માટે તમિલ ભાષા પણ શીખી રહી છે. તે કહે છે હું ઇચ્છુ છું કે મારા ડાયલોગ તમિલ ભાષામાં હું જાતે જ બોલીશ.

 

(9:34 am IST)