Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

અભિનેત્રી શિલ્પા શેટ્ટી ઓસ્ટ્રેલિયામાં રંગભેદનો શિકાર બની :સોશ્યલ મીડિયામાં વ્યથા ઠાલવી

સિડનીથી મેલબર્નની મુસાફરી કરી રહી હતી ત્યારે એરપોર્ટના એક સ્ટાફે ખરાબ વ્યવહાર કર્યો: વંશીય ટિપ્પણી પણ કરી હતી.

 

મુંબઈ ;બોલીવુડની અભિનેત્રી શિલ્પા શેટ્ટી ઓસ્ટ્રેલિયામાં રંગભેદનો ભોગ બની છેતેણીએ સોશ્યલ મીડિયામાં એક પોસ્ટ મૂકીને વ્યથા ઠાલવી છે 

  શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં મુકેલી પોસ્ટમાં લખ્યું છે કે, તે સિડનીથી મેલબર્નની મુસાફરી કરી રહી હતી ત્યારે એરપોર્ટના એક સ્ટાફે તેની સાથે ખરાબ વ્યવહાર કર્યો. ચેકિંગ દરમિયાન ગ્રાઉંડ સ્ટાફે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. એટલું નહિ પણ તેની સાથે વંશીય ટિપ્પણી પણ કરી હતી.

ઘટનાને ભૂલવાને બદલે મેં અવાજ ઉઠાવ્યો છે. આની જાણ સોશિયલ મીડિયા પર કરી હતી. શિલ્પાએ Instagram પોસ્ટમાં લખ્યું કે, તેની ટ્રાવેલિંગ બેગને એરપોર્ટ પર ઓવરસાઈન્ડ બતાવી અને તેને કેબિન લગેજમાં રાખવાની ના પાડી.

  એરપોર્ટ પર રહેલા સ્ટાફે તેની સાથે ખરાબ રીતે વાત પણ કરી. એડ્રેસે પોસ્ટ સાથે બેગનો ફોટો પણ શેર કર્યો છે. શિલ્પાએ પૂછયું કે, શું બેગ ખરેખર એટલી મોટી છે કે તેને કેબિનમાં લઈ જવાય?

(12:30 am IST)