Gujarati News

Gujarati News

News of Sunday, 25th August 2019

વિડીયો : બિગબોસ-૧૩નું ધમાકેદાર ટીઝર લોન્ચ : સલમાને ખોલ્યા અનેક રાઝ : આ વખતે સ્ટારની જ હશે એન્ટ્રી ? : ર૯ સપ્ટેમ્બરે ઓન ચેર થવાની શકયતા

રાજકોટ : બિગબોસ-૧૩નું ટીઝર રીલીઝ થયું છે. જેમાં સલમાન સ્ટેશન માસ્તરના રૂપમાં જોવા મળે છે. ટીઝરમાં સલમાને આ શો સાથે જોડાયેલા અનેક રાઝ ખોલ્યા છે. ફુલ સ્પિર્ડ ચાલતી ટ્રેનમાં સલમાને શોમાં ટિવસ્ટ અને ટર્ન્સ રજુ કરતો જોવા મળે છે.

વિડિયોમાં સલમાન કહે તો જોવા મળે છે કે ''કૃપયા ધ્યાન દે ઇસ બારબિગ-બોસ કી ગાડી હોગી સિતાર સ્પેશ્યલ, ચાર હપ્તામાં પહોંચેગી ફિનાલે મેં તત્કાલ, ઉજાકે બાદ ભી સેલિબ્રિટીઝ કુર્તા ફાડ ૩ર બનાએંગે રૂમાલ, જલ્દી આઇયે વરના પછાતાયેંગે. રોકો રોકો, બોલો-બોલ, કમ સૂન પાર''.

સુત્રો કહે છે કે આ વખતે આ શોમાં માત્ર સ્ટાર્સની જ એન્ટ્રી હશે. બીજુ ટવીસ્ટર એ છે કે માત્ર ચાર અઠવાડીયામાંજ ફિનાલે સુધી પહોંચવાનું રહેશે. પરંતુ ત્યાર પછી પણ સ્ટારો વચ્ચે ટ્રોફી જીતવા માટે જંગ જારી રહેશે.

(6:08 pm IST)