Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

કલંક ફિલ્મમાં માધુરીને ડાન્સ સીખવાડશે સરોજ ખાન

મુંબઈ:અગાઉ તેજાબ અને રામ લખન જેવાં હિટ ગીતોના ડાન્સ તૈયાર કરનારાં સિનિયર કોરિયોગ્રાફર સરોજ ખાન વધુ એકવાર માધુરી દીક્ષિત માટે કોરિયોગ્રાફી કરશે એવી જાણકારી મળી હતી.ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરની કલંક ફિલ્મમાં માધુરી મહત્ત્વનો રોલ કરી રહી છે. એની તેજાબ અને રામ લખનની જોડી અનિલ કપૂર  તેમજ ખલનાયકની હિટ જોડી જેવો સંજય દત્ત પણ ફિલ્મમાં છે. જો કે માધુરી અને સંજય દત્ત એક પણ ફ્રેમમાં સાથે દેખાશે નહીં.તાજેતરમાં કલંકના સેટ પર સરોજ ખાન અને માધુરી દીક્ષિત અન્ય કલાકારોની હાજરીમાં મુજકાના સર્જન માટે ચર્ચા કરતાં નજરે પડયાં હતાં. અગાઉ બંનેએ કેટલાંક હિટ ગીતો આપ્યાં હોવાથી બંને વચ્ચે ખૂબ સારો મનમેળ છે.ધર્મા તરફથી ટ્વીટર પર જાહેરાત કરતાં લખવામાં આવ્યું હતું કે કલંક તમારી સમક્ષ ફરી એકવાર અજોડ જોડી માધુરી દીક્ષિત નેને અને સરોજ ખાનને લાવી રહ્યું છે... ઉપરાંત રેમો ડિસોઝા પણ ટીમમાં સાથે છે...  ગીતનું રિહર્સલ શરૃ થઇ ચૂક્યું છે. જો કે આથી વધુ કોઇ વિગત હજુ મિડિયાને આપવામાં આવી નથી. ગીતના શબ્દો કે સંગીત વિશે પણ હાલ મૌન સેવાઇ રહ્યું છે.તાજેતરમાં રજૂ થયેલી અને માધુરી દીક્ષિતને એની સમકાલીન અભિનેત્રી જુહી ચાવલા સાથે રજૂ કરતી ફિલ્મ ગુલાબ ગેંગમાં પણ સરોજ ખાન અને માધુરી દીક્ષિત સાથે કામ કરી ચૂક્યાં હતાં.

(4:11 pm IST)