Gujarati News

Gujarati News

News of Saturday, 25th August 2018

તો આ કારણોસર નેહા ધૂપિયાએ લગ્ન કર્યા જલ્દી: તસ્વીર જોઈને તમને પણ પડી જશે ખબર

મુંબઈ: બૉલીવુડ નેહા ધૂપિયાએ અભિનેતા અંગત બેદી સાથે 10 મેના રોજ દિલ્હીમાં એક ગુરુદ્વારામાં ચુપચાપ લગ્ન કરી લીધા હતા. વાતની જાહેરાત પણ નેહાએ ફોટો શેયર કરીને આપી હતી કે તેને અંગત સાથે લગ્ન કર્યા છે. નેહાનું પગલું ભર્યા પાછળનું કારણ હવે ખબરમાં આવે છે કે નેહાએ કેમ જલ્દીથી લગ્ન કરી લીધા. નેહાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર પતિ અંગત સાથે બેબી બમ્પ વાળો ફોટો શેયર કર્યો છે જેને જોતા લાગે છે કે નેહાને લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ હતી અને તેથી તેને લગ્નમાં ઉતાવળ કરી હતી. પતિ અંગત સાથે નેહા ખુબ ખુશખુશાલ લાગી રહી છે ફોટોઝમાં બોલીવુડની સ્ટાઇલિશ એક્ટ્રેસ નેહા ધૂપિયાએ કેટલાક મહિના પહેલા પોતાના દોસ્ત અને એક્ટર અંગદ બેદી સાથે સીક્રેટ વેડિંગ કરીને સૌને ચોંકાવી દીધા હતા. લગ્ન પછી નેહાની પ્રેગ્નેંસીનાં સમાચારો સતત ચર્ચામાં છે. નેહા અને અંગદે હવે ફેન્સ સાથે ગૂડ ન્યૂઝ શેર કરી છે. નેહાએ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પતિ અંગદ સાથે બેબી બંપની ફૉટો પોસ્ટ કરી છે. નેહાએ પોતાના ફૉટો શેર કરતા લખ્યું છે કે, ‘એક નવી શરૂઆતઅમે ત્રણ.’ગત દિવસોમાં નેહા અને અંગદની માલદીવમાં હૉલીડેની તસવીરો વાયરલ થઈ હતી. નેહાએ 10 મેનાં રોજ દિલ્લીનાં એક ગુરૂદ્વારામાં એક્ટર અંગદ બેદી સાથે લગ્ન કરી લીધા હતા. બંનેનાં લગ્નમાં ફક્ત ફેમિલી અને નજીકનાં દોસ્ત સામેલ હતા

(4:08 pm IST)