Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

હવે સુશાંત સિંહની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ થશે રિલીઝ : ઓનલાઇન ફ્રીમાં નિહાળી શકાશે

ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરાશે :બધા સબ્સ્ક્રાઇબર્સ અને નોન- સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ રહેશે.

નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂતના નિધન પછીથી જ ફેન્સ તેમની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ને જોવા માટે ઉત્સુક છે. પહેલા પણ સમાચાર મળ્યા હતા કે આ ફિલ્મને ઓટીટી પ્લેટફોર્મ પર રિલિઝ કરવામાં આવશે. હવે આ ફિલ્મને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. હવે સુશાંતની આ ફિલ્મ ‘દિલ બેચારા’ને ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ કરવામાં આવશે. સુશાંતની છેલ્લી ફિલ્મ બધા સબ્સ્ક્રાઇબર્સ અને નોન- સબ્સ્ક્રાઇબર્સ માટે ઉપલબ્ધ રહેશે.

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ ‘દિલ બેચારા’ની જાણકારી આપતા ડિઝની પ્લસ હોટસ્ટારે લખ્યુ કે “એક પ્યાર, આશા અને ક્યારેય ના ખતમ થતા સ્મરણની કહાણી. ‘દિલ બેચારા’” 24 જૂલાઈના રોજ તમારી વચ્ચે પહોંચશે

  સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે દિલ્હી ટેક્નોલોજીકલ યૂનિવર્સિટીના વિદ્યાર્થી સુશાંત સિંહ રાજપૂતે 2002માં કોલેજ છોડી મનોરંજન જગતમાં કામ કરવા માયા નગરી મુંબઈમાં પહોંચી ગયો હતો. શરૂઆતમાં બેકગ્રાઉન્ડ ડાન્સર તરીકે કામ કર્યુ. ત્યાર બાદ તેમણે ટેલીવિઝન સિરિયલ ‘પવિત્ર રિશ્તા’થી ખ્યાતી મેળવી હતી. ત્યાર બાદ તેમણે ‘શુદ્ધ દેસી રોમાન્સ’ ‘એમ.એસ. ધોની ધ અનટોલ્ડ સ્ટોરી’, ‘રાબતા’, ‘કેદારનાથ’ અને ‘સોનચિડિયા’ જેવી ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમની છેલ્લી ફિલ્મ ‘ડ્રાઈવ’ હતી, જે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી.

(9:02 pm IST)